તા. 17/02/88 ના સંદેશ પેપર માં આપે ડૉક્ટર સ.શ્રી જયંત હરિભક્તિ સાહેબ ની શ્રદ્ધાંજલિ માટે ના લખાણ વાંચ્યું .
હું થોડુ ભણેલો માણસ છું, કઈ ભુલચુક હોય તો સુધારી ને વાંચવા માટે નમ્રતા પૂર્વક અરજ કરું છું .
મારો એક યાદગાર અનુભવ અહીંયા રજૂ કરું છું. હું આજ થી આશરે પંદર વર્ષ પહેલા અમદાવાદ માં ઝૂ પ્રાણીસંગ્રહાલય ના સાહેબ શ્રી રુબિન ડેવિડ સાહેબ ના ત્યાં મોટર ડ્રાઈવર ની નોકરી કરતો હતો, તે દરમ્યાન રુબિન સાહેબ બીમાર થઇ જવાથી તેમને અમદાવાદ પોલી ક્લીનીક દવાખાના માં ડૉ. હરિભક્તિ સાહેબ ના દવાખાના માં દાખલ કરેલા. હું એક દિવસ તેમના માટે સવાર ના 7 વાગે ચાહ અને નાસ્તો લઇ મોટર માં રુબિન સાહેબ ના માટે દવાખાને ગયેલો . મારી મોટર માં હું પાર્ક કરી બેઠો હતો તેવા માં ડૉ. હરિભક્તિ સાહેબ પણ કાર લઈને આવ્યા અને મારી બાજુ માં ઉભી રાખી નીચે ઉતાર્યા એટલે પાંચ છ માણસો બહારગામના ગમાડીયા જેવા લાગતા હતા તે એક હાથમાં મીઠાઈની ટોપલી તથા ફૂલહાર લઇ ને તેમની પાસે આવ્યા અને કહ્યુકે સાહેબ ઓપેરશન સફળ થયુ તેની ખુશાલીમાં આ મીઠાઈ લાવ્યા છીએ. એટલે ડૉક્ટર સાહેબે તે મીઠાઈની થોપલી ખોલી અને એક પેંડો લઇ અડધો મને બાજુમાં ઉભો હતો ત્યાં આપ્યો અને ફૂલહાર લીધા પછી મીઠાઈની ટોપલી પેલા લાવનાર માણસોને પાછી આપી કહ્યુકે આ ટોપલીની મીઠાઈ તમારા ઘરના નાના છોકરાઓને વહેંચી આવશો તો હું ઘણોજ ખુશ થઈશ. મારા છોકરાઓ તો દરરોજ ખાય છે એમ કહી ટોપલી આપી અને ફુલહાર ગાડી માં મૂકી દીધા અને દવાખાનામાં ગયા .
બીજો એક બનાવ તેમના ઘેર રુબિન સાહેબ સાથે મોટર લઈને ગયેલો ત્યારે તેઓ ઘર માં જ હતા અને અંદર બેઠા પછી અડધી કલાકે બહાર આવ્યા અને પાણી નો એક ગ્લાસ તથા એક હાથ માં ચાહ લઇ મારા માટે બહાર મોટર પાસે આવ્યા અને કહ્યુકે ચાલ અંદર બેસી ને ચાહ પી લે, ગાડી બંધ કરી દે. એટલે હું બહાર આવ્યો અને તેમના ઘર માં ચાહ પીધી . નાના માણસો પ્રત્યે તેમનો પ્રેમભાવ જોઈ મારા મન માં અંતઃકરણથી દુઆ આપવા લાગ્યો ͎͎.આવા હતા ડૉક્ટર હરિભક્તિ સાહેબ . તેમને મારા લાખો પ્રણામ
હું અત્યારે તો મારા વતન માં અમદાવાદ ચાલ્યો ગયો છું પરંતુ મને હજુ સુધી ડૉક્ટર સાહેબ ના માટે ઘણુંજ માન છે. તેમને મારી ઘણી દુવાઓ અને પ્રણામ સ્વીકારવા મહેરબાની કરશો .
યાકુબખાં ભૂરેખાં પઠાણ ગોધરા
એજ લી . યાકુબખાં ડ્રાઈવર ના દુવા અને સલામ અત્યારે મારી ઉંમર 70 વર્ષ ઉપરની છે અને ગામડામાં રહું છું —