આવા પરગજું ડોકેટર સાહેબ, મધર ટેરેસાની અમદાવાદ ખાતેની મીની આવૃતૂ સમાન હતા, સાથે સાથે સ્વર્ગસ્થ ડોક્ટર સાહેબના આત્માને પ્રભું શાંતી આપે તેવી પ્રાર્થના સાથે અમો રબારી સમાજ તરફથી ભાવભરી શ્રંદ્ધાજલી અર્પીએ છીએ,
દર્દી હતભાગી થઈને ભાંગી પહ્યો હોય, પણ ડોક્ટર સાહેબના મરક મરક હસતા મૂખને જોઈને જોઈને, પીડિત દર્દીનું તત્ક્ષણ અર્ધું દર્દ હણાઈ જતું, તેવા દુઃખ હર સ્વભાવની આવડત પ્રભુએ તેમને બક્ષેલી હતી.
અગાઉ જ્યારે સીગરેટ પીતા હતા ત્યારે એક દર્દીનું સારમાં ઓપરેશન કરેલું, સાંજે ચાર વાગે આવીને દર્દીની ખબર પૂછી કેમ છે, તો દર્દીએ કહ્યું ઘણું સારું છે, પણ મારી પત્ની બીડી પીવા નથી દેતી, ત્યારે ડોક્ટર સાહેબે તેમના ગજવામાંથી 555ની સીગરેટ કાઢીને આપી અને કહે પીઓ. દર્દી સીગરેટ પીવા લાગ્યો જ્યારે તેમની સ્ત્રી કરગરવા લાગી અને કહે સાહેબ ઉધરસ આવશે ને ટાંકા તૂટી જશે. ત્યારે બોલ્યા કે આતો મારા લીધેલા ટાંકા છે, કોઈ દિવસના તૂટે, દર્દીને કહે ઊભા થાવ અને ચાલો, ત્યારે તો તેમની સ્ત્રીનો જીવ તાળવે ચઢી ગયો, દર્દી પોતે પણ આત્મબળ ધરાવનાર વ્યક્તિ, ઉપરાંત ડોક્ટર સાહેબ ઉપર સંપૂર્ણ વિશ્વાસ એટલે તુરંત જ ઊભા થઈને ચાલવા માંડ્યું. વોર્ડના સર્ દર્દીઓ પણ હર્ષોલ્લાસ સાથે અવાક થઈ ગયા.
પડછંડ કાયા ધરાવતા અમારા રબારી સમાજના એક બુઝર્ગ આગેવાન, તેમને સારંણગાંઢનું દર્દ, છતાંય સમાજના ઝગડાઓ પતાવવા, અવારનવાર ગામ પરગામ જવું પડે, એટલે તેમના ઘરનાઓને કહી રાખેલું કે મને ગમે ત્યાં દર્દ ઉપડે અને ગમેતે ખર્ચ વેઠીને પણ અમદાવાદ લાવીને ડૉ. હરિભકિત સાહેબના દવાખાનામાંજ ઓપરેશન તેમના હાથે જ કરાવશો. નહીંતર ભલે હું મરી જાઉં પણ બીજે ક્યાંય ઓપરેશન કરાવશો નહીં. આવી હતી તેમના પ્રત્યેની અતૂટ શ્રદ્ધા.
પૈસાદાર ને ગરીબ તથા મધ્યમવર્ગના દર્દીના આર્થીક ભેદ પામવાની અને પારખવાની તેમની અઅનન્યને આગવી સૂઝ હોઈ, ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને વગરમાંગે પણ ખૂબ ખૂબ રાહતના દરથી જ દવાખાનું ખર્ચ લેતા
એક સીનેમા ઉપર અમોએ બે કેસ કરેલા તે બાબતે તેઓનો મત એવો હતો કે લોકો બીજા દિવસે બધુ ભૂલી જાય છે. તવું તેમનું મતંવ્ય અનુભવે હાલના તબક્કે સત્ય લાગે છે.
જ્યારે દર્દો પારખવાના ટાંચા સાધનો હતા, ત્યારે પણ તેઓની દુઃખ પારખવાની અનોખી શક્તિ અને ખબબ જ અનુભવી હોવાથી દર્દી બીજા ઈત્તર ખર્ચમાંથી બચી જતા અને આશીર્વાદ આપતા.
પ્રથમ તપાસમાં જ દર્દ પારખવાનું તેમનું જજમેન્ટેશન સચેટ હતું.
ઘણા દર્દોમાં આપરેશન સીવાય, ફક્ત દવાઓના કોર્સથી દર્દ મટાડતા હતા. અને દર્દીઓને ઓપરેશનપીડા એને વધારે ખર્ચમાંથી ઉગારી લેતા હતા.