પૂ. બાબુભાઇ વિશેલખવાનું, શુંલખવાનું? જે વ્યક્તિ પોતાના કાર્યથી દરેક જગ્યા એ જીવંત આપણી સમક્ષ છે તેમના વિષે હું લખનાર કોણ ? કાર્યશીલ,હસમુખા, નિરાભિમાન,
સદાએ પ્રેરણા દાયક એમનો ચહેરો જ્યાં નજર પડે ત્યાં દેખાય એવા બાબુભાઇ ને શું શ્રદ્ધાંજલી આપવી જેમના નામમાં જ મોટો ગુણ રહ્યો છે.
ભક્તિ થી રંગાયો હરિ નો હંસલો સ્નેહ ને સત્ય નો સંત એ ચાલ્યો
એને શુંધન કે મહેલ.
માનવી ના જીવન માં કોઈવાર દુખ ની અમા સઉગે છે તો કોઈ વાર સુખ ની પુનમ. મારી અને અમારાઘરનાની માંદગી માં અમારી જિંદગી ની પાનખર માં વસંત લાવવામાં એમનો મહત્વનો ફાળો હતો. જીવની નીનૈયા ને તોફાન માં મધદરિયે માર્ગ બતાવનાર અમારા માટે તમો દીવા દાંડી સમાન હતા.
જીવનના આ પંકમાં થી પરમતત્વ નો પંકજ ખીલાવનાર સર્જકલાખ્ખો માં એકા દહોયછે. એમનાએકતમે.
મને યાદઆવેછે 1978 ની વાત જયારે અમે બધા વજ્ર ની યાત્રા કરવા ગયા હતા.જયારે તમો અમનેનિસ્વાર્થ ભાવે આખી બેગભરીને જરૂરી દવા તથા પીપરમિન્ટ અમારા માટે તોખરી પણ સર્વેવ્રજયાત્રી ઓ માટે આપી. ત્યારે મનમાં જરૂર એક પ્રશ્નઉઠ્યો વ્રજયાત્રા કરીપથ્થર પૂજવા કેઆ જમાન વસ્વરૂપે સંત આત્માને પૂજવા જોઈએ.