આખા કુટુંબના સૌના વ્હાલા બાબુભાઈ એટલેબધા જ માટે મારા બાબુભાઈ જેને ઘર કુટુંબ, સમાજ, (નાત) વિશ્વ આખું મારું બનાવી દીધું હતું એવા અમારા સૌના બાબુભાઈ.
પૂ. બાબુભાઈ મારા માટે ભાઈ કરતા ભગવાન બરાબર હતા. He was my GOD FATHER મારા ખરાબ અને સારા ટાઈમમાં Rock ની જેમ મને સહારો આપ્યો છે. પરણ્યા પહેલા તો મારા ભાઈ બાબુભાઈ હતા પણ લગ્ન પછી એ મારા ભાઈ મટી પપ્પાની જગ્યા લઈ લીધી હતી. મને પીયરની ખોટ વાગવા દીધી ન હતી. કયા કયા પ્રસંગો કહેવા?
હું ગુજરાત કોલેજમાં હતી એમનો બંગલો મારી કોલેજના પાછળના ભાગમાં હતો. હું રીસેસમાં એમને ત્યાં ગઈ હતી. મારા મોંઢા સામે જોઈને કહે છે “તું જમી નથી? અને હું રડી પડી. એ દિવસથી મહારાજ ઠરી દીધું સુવાસ આવે કે ના આવે એની ચાવી ટેબલ ઉપર ઢંકાઈ જવી જોઈએ. એક બાપની જેમ માર્યો હાથ ફેરવી કહે છે કે “ગાંડી બોલતી નથી. આ તારૂ ઘર છે.” આવું કોઈ સમજે અને કહે?"
મારા ખરાબ ટાઈમે Rock ની જેમ ઊભા રહ્યા છે. ૧૫ દિવસે એક આંટો તો હોય જ મારે ઘેર અને એક ટપલી મારી કહે, “ ગાંડી કેમ ઘેર આવતી નથી."
મારો એક્સીડન્ટ થયો હતો. હું જતન ફ્લેટમાં રહેતી હતી. મને ડ્રેસીંગ કરીને ઘેર મુકવા આવ્યા હતા. હું ત્રીજે માળે રહેતી હતી. પ્રકાશને મારી સાથે ઉપર મુકવા મોકલ્યો હતો. પ્રકાશ ત્યાં જ બેઠો હતો. મને સારૂ લાગે ત્યાં સુધી અને પોતે દાદર ના ચઢી શકે તેથી પોતે…? નીચે બેસી રહ્યા હતા. મેં કહ્યું ના ત્યાં સુધી પ્રકાશ અને બાબુભાઈ બંને બેસી રહ્યા હતા. શું કહેવાની વાત છે. આવુતો એક બાપ જ કરી શકે, મારા એ દ્વારા બાબુભાઈ મોલોકમાં બિરાજતા હશે. એમને કેવી રીતે ભૂલાય આવા બે હાય પ્રસંગો કહેવાય.
અહીં આપણે એમની શતાબ્દી ઉજવીએ છીએ. ત્યાં પણ વ્હાલા પ્રભુ ઉત્સવ મનાવતા હશે. સાચે જ પૂ શ્રી બાબુભાઈ જેવા તો કોઈક જ વિરલા હોય. મારા અમારા સહુના વ્હાલા બાબુભાઈને જયશ્રી કૃષ્ણ,