મેઘતીવિદ્યાપૂરુષ અને ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મી)કુશળ રાખતા.
ડૉ. હરિભક્તિ સાથે ગુજરાત યુનિવર્સિટિમાં વર્ષો સુધી કામ કરવાની તક મળી એને હું મારું સદભાગ્ય લેખુ છું. વિદ્યાર્થી તરીકેની તેમની તેજસ્વી સિદ્ધિઓની મને અલપ ઝલપ માહિતિ હતી પરંતું સેનેટ અને સિન્ડિકેટમાં સાથે કામ કરવાનું આવ્યું ત્યારે એમની કુશાગ્રબુદ્ધિ, માનવતા અને મૂલ્યનિષ્ઠાનો સારો પરિચય થયો. પરિક્ષકોની નિમણૂંક વખતે યુનિવર્સિટીનું વાતાવરણ એકદમ પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠવું બહપરોના બજાર પણ તેજીમાં આવતા અમદાવાદની બે સંસ્થાઓ વી.એસ અને સીવીલ હોસ્પીટલમાં કામ કરતા અધ્યાપકો વચ્ચે જે સ્પર્ધા થતી તે કેટલીક વખત વરવી બનતી. એ બધામાં જયંતભાઈને સીધી કે આડકતરી રીતો ક્યાંય હોવાનો એમનો અંગેની વાતચીતમાં જરા જેટલો પણ અણસાર મળતો નહીં. એમના જેવાની યુનિવર્સિટીમાં હાજરી નૈતિક મુલ્યો માટે ઘણી પ્રેરક હોવાનું મને લાગતું.
અધ્યાપકો અને યુનિવર્સિટીના અન્ય કર્મચારીઓ માટેના નિયમોમાં શરૂઆતના વર્ષોમાં નોકરીની સલામતી તત્વ ઊણા હતા. એમાં સુધારા કરવાના જે પ્રયત્નો થયા તેમાં તેમણે સક્રિય રસ લીધો અધ્યાપકો અને મેનેજમેન્ટ વચ્ચે ઉગ્ર મતવાદ છતા ચાંસેલરને લવાદીએ પ્રય સોંપાયો. ચાન્સેલરે આપેલા નિર્ણય મુજબ કોલેજોનો આર્થિક બોજો વધતો હતો તેને પહોંચી વળવા વિદ્યાર્થીની સંખ્યા વર્ગદીઠ 20ની હતી. તે 115ની કરવામાં આવી. અને વાઈસ ચાન્સેલરે જરૂર જણાય ત્યાં દસ વધારે આપવાનો વિકલ્પ હતો તે ચાલુ રાખતા અગાઉ જ્યાં વધારેમાં વધારે 110 વિદ્યાર્થીઓ રાખી શકાતા ત્યાં 125 વિદ્યાર્થીઓને રાખવાની સગવડ આપતા 15 વિદ્યાર્થીઓનો જે વધારો મળતા કોલેજનો આર્થીક બજ હળવો થવાનો સંભવ વધ્યો. એ વખતે શ્રી ઉમાશંકર જોશી કુલપતી તરીકે પરદેશ ગયા હોવાથી કાર્યકારી કુલપતિની જવાબદારી મારે શિરે આવી હતી. તેમણે તે વખતના રજીસ્ટ્રાર શ્રી કંચનભાઈ પરીખ મારફતે મને વિમાનઘરથી સંદેશો મોકલ્યો હતો કે કોલેજોને જરૂર હોય તો તેમને 125 સુધીની વિદ્યાર્થીની સંખ્યા રાખવાની છુટ આપવી. 13મા જુને ઉમાશંકર વિદેશ ગયા. કોલેજો 15મી જુને ઉઘડતી હતી. ઓફીસમાં મારી જવાબદારી સંભાળતા દાખલ થઉ ત્યાં કેટલાક આચાર્યો 10 વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેની મંજુરીની રાહ જોતા પાસેના ખંડમાં બેઠા હતા. શ્રી કંચનભાઈએ મને એ માહિતિ આપી. અને તે સાથે ઉમાશંકરનો સંદેશો પણ કહ્યો. મેં કહ્યું કે કોલેજો હજુ તો આજે ઉઘડશે. એ વખતે દરેક કોલેજને 100ની જગ્યાએ 115ને પ્રવેશ આપવાની ચાન્સેલરના એવોર્ડથી છૂટ મળી ગઈ છે. એની શી અસર થાય તેનો કંઈક અંદાજ આવે એ પછી જ 10 વધારે આપવી કે નહીં તેનો નિર્ણય થઈ શકે એટલે એ આચાર્યોને મેં નિમંત્ર્યા અને જણાવ્યું કે 100ની જગ્યાએ 115 વિદ્યાર્થીઓ આજે જ મળે છે કેટલીક કોલેજોએ વધારાનો લાભ લેવાની સ્થિતિમાં આજે પણ નથી. બીજી કોલેજોને આજે અણધાર્યો વધારો મળવા છતા 10 વધારે આપીએ તો જે કોલેજો પૂરા 100 પણ નથી લાવી શકતી તેવી કોલેજોને ફટકો પડશે અને તેની સંખ્યા ઘટશે આટલે આ નવા ફેરફારની અસરથી વાઈસ ચાન્સેલરને વિકલ્પે 10 વધારે આપવાની સત્તા છે તે સત્તાનો ઉપયોગ કરવાની અનિવાર્યતા આવી પડે ત્યારે આ અંગે નિર્ણય કરીશું. દરમ્યાન આજે જ 100ની જગ્યાએ 115ની તો તમને છૂટ મળી જ ગઈ છે. આ એમની સાથે વિગતે ચર્ચા કરી થતો વિશેષ ચર્ચા અને દખાણું કરવાનો કોઈ વિકલ્પ તેમની પાસે રહ્યો નહિ.
મેં જે પગલું ભર્યું તેની કુલ જવાબદારી મારી હતી. પરંતું એ ઉમાશંકરભાઈનો એરપોર્ટપરથી જે સંદેશ હતો તેના વિરુદ્ધમાં મેં આ પગલું શાથી ભર્યું તેની જાણ સિન્ડિકેટના સભ્યોને કરવાનું યોગ્ય લાગતા અમે જાણ કરી પ્રતિભાવ નિ. ડૉ. હરિભક્તિના અણધાર્યા રોકાણને કારણે મને સંદેશો મોકલ્યો કે “ઉમાશંકરભાઈ એ સલાહ આપી છે તે મુજબ જરૂર જણાય ત્યાં 10નો વધારો આપવો”
મેં પણ આ પ્રયત્નના દૂરગામી પરિણામો અંગે વિચારવાનો સમય ન મળ્યો હોત તો, મેં પણ ઉમાશંકર અને જયંતભાઈની જેમજ કર્યું હોત. સદભાગ્યે એ 10 વધારાના વિકલ્પનો ઉપયોગ કરવાની જરૂર ઊભી થઈ નહીં અને ઉમાશંકર તેમજ જયંતભાઈએ એમની સલાહ મેં અવગણી તે માટે ધન્યવાદ આપ્યો. આ પ્રશ્નનો આટલી વિગતે હું એથી ઉલ્લેખ કરું છું કે સંનિષ્ઠસાથીઓ વચ્ચે મતભેદ ઊભો થાય ત્યારે એ મતભેદને તટસ્થ રીતે જોઈ સમજી સાચી પરિસ્થિતિનું આકલન થાય તો સત્તાનો દોર આપણા હાથમાં આવે . આ દિશામાં જયંતભાઈનો મને ઘણી વખત સાથ મળતો રહ્યો હતો.
કાર્યકારી કુલપતિ તરીકે જે દિવસે મેં જવાબદારી હાથમાં લીધી તે જ દિવસે કેટલાક ડોમેસ્ટેટર્સ મને મળવા આવ્યા હવે ડોમેસ્ટેટર તરીકે એમણે ચાલું રહેવું 140ની ડીગ્રી મેળવી લેવી જોઈએ. લગભગ 80 ડોમેસ્ટટર અને એમના કુટુંબમાં આ ઘટનાની ભારે ચિંતાવું વાતાવરણ સર્જાયું તેમણે યુનિવર્સિટીના વિજ્ઞાનભવન પાસે ચાલું નોકરીએ સવાર સાંજ અભ્યાસના વર્ગો ચલાવવાની માગણી કરી. તે માગણી મંજુર રખાઈ નહીં. આ વિષય મારે માટે નવો હતો. કયા કારણસર યુનિવર્સિટીએ એમની માંગણી ન સ્વીકારી એની પુરી માહિતિ વિના મોરે માટે આ પ્રશ્નને નવેસરથી ઉકેલવાનું ઉચિત ન હતું. એટલે 15મી જુને કોલેજના આચાર્યોના પ્રશ્ન સાથે મારા શરૂઆતના કામમાં આને પણ મેં સ્થાન આપ્યું અને કંચન ભાઈએ એ અંગે પૂછ્યું. એમણે જણાવ્યું કે એ પ્રશ્ન અંગેનો છેલ્લો નિર્ણય ડોમેસ્ટેટર્સને જણાવી દેવાયો છે. મારી માટે એક વિષમ સમસ્યા આવી ડોમેસ્ટ્રેટર્સ પોતાની ચિંતા અને વેદનાથી મને હલબલાવી દીધો હતો. એમના કેટલાકતો ચાલીસ કે એથી પણ વધુ વય વાળા હતા. અને એમના કુટુંબમાં રળનારા તે એકલાજ હતા. એમાના બે ત્રણ જણાએ એમને ચાલું નોકરીએ ભણાવવાની તક નાઆપવામાં આવે તો યુનિવર્સિટીના આંગણામાં હાહાકીરી આત્મવિલોપનની પણ ધમકી આપી હતી. મેં કચંનભાઈને કહ્યું કે સાયન્સની સ્કૂલના ડીન અને પ્રોફેસરોને મળવા બોલાવો. તે સૌ આ સગવડ આપી શકાય એવું નથી તેમ જણાવ્યું એ બધા એટલા મક્કમ હતા કે મારે માટે કોઈ વિકલ્પ રહ્યો નહીં પણ ફરી એક છેલ્લો પ્રયત્ન કરવાનું મેં વિચાર્યું એથી જયંતભાઈનો મેં ફોન પર સંપર્ક સાધ્યો અને જણાવ્યું કે “આ પ્રશ્ન અંગે જરૂર પડે તો સિન્ડિકેટની એક ખાસ બેઠક બોલાવવા હું વિચારું છું” તેમનો પ્રતિભાવ અનુકૂળ હતો એટલે બીજે દિવસે સાયન્સ સ્કૂલના ડીન ડૉ. મિનોયની ઓફીસમાં હું ગયો. તમને ડોમેસ્ટ્રેટરો અંગે આપણ કંઈક કરવું જોઈએ તે મેં જણાવ્યું. તેમણે સમભાવ દાખવ્યો પણ કાયદાની ગૂંચ પણ બતાવી. મેં કહ્યું યુનિવર્સિટી એક્ટમાં અસાધારણ સંજોગોમાં વાઈસ ચાન્સેલરને મંજુરીની અપેક્ષાએ જરૂરી કાર્યવાહી કરવાની સત્તા છે. તેનો હું ઉપયોગ કરીશ ડૉ. ચિનોયેએ અંગે પણ કેટલીક મુશ્કેલીઓ તરફ મારું ધ્યાન દોર્યું પણ મેં એ મુશ્કેલીઓને પહોંચી વળાશે તેમ માની તેમની સંમતિ માંગી. તેમના તરફથી સંમતી મળતા તરત જ મેં ડૉ. ચિનોય શ્રી ઈન્દ્રવદન મોદી અને પ્રિન્સિપાલ એસ. એન શાહની સંમતિ નીમી સાંજ અને સવારના વર્ગોની વ્યવસ્થા કઈ રીતે કરવી તેની વિગતો 24 કલાકમાં તૈયાર કરી રીપોર્ટ કરવા જણાવ્યું તે મુજબ તરત જ સાંજે અને સવારના વર્ગોની વ્યવસ્થાનું કામ હાથ લેવાયું અને ડેમોસ્ટ્રેટર્સના પ્રયત્નોનો સુખદ ઉકેલ આવ્યો. પણ એક અણધારી આપત્તિ આવી ડેમોસ્ટ્રેટર્સમાંના પાંચ ડેમોસ્ટ્રેટરનો પાસ ક્લાસ જ હતો. અને એ રીતે તેને આ અભ્યાસને અયોગ્ય લેખવામા આવ્યા અને વર્ગો શરૂ થયાનાચાળીસ દિવસ બાદ એમને પૂરા કરવાનો આદેશ અપાયો. સિન્ડિકેટમાં આ પ્રશ્ન આવ્યો ત્યારે ઉમાશંકરનું પ્લેન દિલ્હીથી આવતા મોડું થતા એ દિવસે સિન્ડિકેટની સભાનું પ્રમુખ સ્થાન મેં લીધું. અને સિન્ડિકેટ સર્વાનુમતે એ પાંચ ડેમોસ્ટ્રેટરોને પ્રવેશ પાત્ર લેખી એક મોટી આપત્તી દૂર કરી. એમાં સિન્ડિકેટના સભ્યો પૈકી જયંતભાઈ, ઈન્દ્રવદન મોદી, રણજીત શાસ્ત્રીવગેરેએ નોંધપાત્ર ફાળો આપ્યો.
આમ વર્ષો યુનિવર્સિટીમાં જયંતભાઈ સાથે ગયેલા. વર્ષોની સ્મૃતિઓ વય સાથે ઝાંખી થવા આવી છે. તે વખતે એમની સાથે ગાળેલા વર્ષોની સ્મૃતીઓ ઘણી બધી પ્રેરક છે. મારી તીવ્ર ઈચ્છા હતી કે જયંતભાઈ જેવી વ્યક્તિ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે હોય તો આગલા વાઈસ ચાન્સેલરોના ગૌરવપ્રદ વારસાની પરંપરા ચાલું રહે. આજે ડૉ. હરિભક્તિ અગેના સંસ્મરણો માંથી આટલા ટૂંકા ઉલ્લેખથી એમને મારી ભાવભરી અંજલી હું અર્પુ છું. સાચે જ તે જેટલા મોટા સર્જન હતા તેટલા સનિષ્ઠ વિદ્યા પૂરૂષ હતા.