પૂ. બાબુમામાને યાદ કરતા જ તેમનો હસતો સૌમ્ય અને પ્રેરણાદાયી ચહેરો નજર સમક્ષ તરવરી ઉઠે છે. નાનપણથી જ તેમના ઘરે અને તેમની સાથે ઘણો બધો સમય વિતાવવાનું સૌ ભાગ્ય મને પ્રાપ્ત થયેલું તેમની બીજી કર્મભૂમિ સમી રાજસ્થાન હોસ્પિટલ ઘરની સામે જ હોવાથી લગભગ દરરોજ, “કુસુમ, આવું કે? ” નો તેમનો ટહૂકો સંભળાતો. કંઈક ને કંઈક અમારા સૌ માટે રોજ જ લઈને આવતા શાહીબાગનું ઘર અને સ્કૂલ વચ્ચે મામાનું ઘર હોવાથી તેમના ઘરે મારો રોજનો આંટો. શોભા-કાનન અને હું એમ ત્રણેય માટે નાસ્તા, આઈસ્ક્રીમ તેઓ લાવતા અને અમને ખૂબ મઝા કરાવતા. આઈસ્ક્રીમ અને જલેબી તેમને ખૂબ પ્રિય હતા, પંરતુ તેમના જેવું સંયમી જીવન જીવનાર મેં હજી સુધી કોઈ જોયા નથી.
ફક્ત Family Members જ નહીં પરંતુ સૌ માટે તેમના દિલમાં લાગણી દયાભાવ હતો. કેટલીક વાર અમે ત્રણે પોલીક્લીનીક જતા અને તેમને વાર હોય ત્યારે અગાસીમાં રમતા મેં કેટલાય દર્દીઓ સાથે તેમને વાત કરતા સાંભળ્યા છે. તપાસતા જોયા છે. તેમને જોતા જ દર્દીઓ તેમનું અડધું દરદ તો ભૂલી જ જતા બાકીનું અડધુ તેમનું હાસ્ય અને પ્રેમ ભર્યો વતન જોઈ ભાગી જતું જ જાણબાર દરેક જણ તેમના ચાહક બની જતા.
કેટલાય ગરીબ લોકો માટે ખૂબ બધું દાન કરતા, ફી માફી કરી દેતા, તેમના ઘરે જઈ મદદ પમ પહોંચાડતા પમ તેમના જમણા હાથે કરેલું કામ તેમનો ડાબો હાથ પણ જાણી ન શકતો. તેમના મૃત્યુ પછી શોક પ્રગટ કરવા આવનાર અસંખ્ય લોકો પાસેથી જાણવા મળેલું કે એમણે કેટલા બધા લોકો માટે કેટલું બધુ કરેલું.
કૌટુંબિક સ્તરે, સામાજિક સ્તરે અને જાહેર જીવનમાં પણ તેમનો અમૂલ્ય ફાળો રહેલો આખી ન્યાત, જાણીતા અને ઓછા જાણીતા કોઈ પણ કુટુંબમાં માંદગી વખતે લોકો તેમને જ યાદ કરતા અને કહેતા પૂ. બાબુભાઈ હોય એટલે ચિંતા જ નહીં.
મારી બાળપણની માંદગી વખતે અને મારા પપ્પાના જીવનમાં આવેલી મુસીબતોમાં તેઓ અડીખમ અમારી પડખે રહ્યા હતા. આજે મારા મમી કુસુમબેન અને પપ્પા દ્વારાકાદાસભાઈ હયાત નથી. પણ તેઓ પણ પૂ. મામાના મોટા ચાહક હતા અને પૂ. મામાનું સ્થાન તેમના જીવનમાં ખૂબ મહત્વનું રહ્યું હતું. તેઓ બંને તરફથી હું આજે પૂ. મામાના ૧૦૦ મા જન્મ વર્ષ નિમિતે કોટી કોટી વંદન કરું છું. મારા લગ્ન પછી મેં જાણેલુ કે અમારા કુટુંબમાં સૌ આપ્યા આમા પાર્ક પૂ. મામા માટે ખૂબ માન અને લાગણી ધરાવતા હતા. પિયુષને પણ તેમને નજીકથી જાણવાનો મોકો મળેલો અને દરેક બળેવ વખતે તેમના ઘરે જમવા જવાની ખૂબ મજા પડતી. આવા વિરલ વ્યક્તિ મારા મામા હશે તે વિરક્ષરે મન પુલકિત થઈ જાય છે. આ પ્રસંગે મારા પિયુષ અને મારા બાળકો તરપથી અમારા સૌના કોટી કોટી વંદન અને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલી અર્પણ કરું છું.