મારી સ્મૃતિ વાગોળવા બેસુ અને ઘણા ચહેરા મારી સામે આવી જાય. આપણા દરેકના જીવનમાં એવું હોય, પણ કોઈક ચહેરા સ્મૃતિ પટલ પરથી ક્યારેય ઓઝત નથી થતા હા. બાબુભાઈ ઉર્ફે ડો. જયંત હરિભક્તિ એમાંના એક છે.
હું ત્યારે M. G Science માં અમદાવાદ ભણવા ગયો હતો અને એમને ત્યાં રહ્યો હતો. લગભગ એક વર્ષ ત્યારનો એક પ્રસંગ યાદ કરું છું. બપોરનો સમય હતો. કોઈક ભાઈ એમને મળવા આવ્યા હતા. નોકર ચાકર બધા પરવારીને રૂમમાં જતા રહ્યા હતા. ધારત તો બેલ મારીને બોલાવી શકત પણ એમમે જાતે ઉઠી ને પેલા ભાઈને પાણી ઘર્યું. હું તે જ વખતે મારા રૂમમાંથી નીચે આવતો હતો. મેં કહ્યું લાવો બાબુભાઈ હું આપી દઉં. તો કહી કેમ હું ના આપી શકું, હું કાંઈ બોલી ના શક્યા પણ મનોમન મને એમને માટે, એમની સરળતા માટે અહોભાવ જાગ્રત થઈ ગયો. સરળ બનવું બધા માટે સરળ નથી. પણ બાબુભાઈ માટે સહજ હતું.
બીજી ઘણી નાની નાની યાદો છે. પણ જે હૃદયને સડકી ગઈ એના ઉલ્લેખ કર્યો છે. મારી સાથે સહાય એક પિતાની જેમ વર્તન રાખ્યું અને મને કોઈ દિવસ હું ઘરે નથી એવું લાગવા નહોતું દીધું. એમની કુટુંબ પ્રત્યેનો પ્રેમ અને ભાવના અત્યંત અવિસ્મરણીય છે.
આવા બાબુભાઈને કેમ ભૂલાય. સદાય અમારા હૃદયમાં ચિંરજીવ શ્રીનાથજી રહે છે.