P F SHAH ‘આવી હતી એમની દીર્ધદ્રષ્ટી’ ૧૯૭૭ ડીસેમ્બરમાં વિરનુભાઇ હરિભક્તિના પુત્ર શેલેષ હરિભક્તિના લગ્ન માટે મુંબઈ ગયેલોં ત્યાંમને ઍડસીડન્ટથી ફેંક્ચર થયેલું હોવાથી સાયન હોસ્પીટલમાં ૨વિવા૨ રાતના દાખલ કરેલોં અને બીજા દિવસે સોમવાર સવારના તેમને સમાચા૨ આપતા તેઓ સવા૨ના જ હાજર થઇ ગયેલા અને ત્યાંના ડૉક્ટર સાથે વાતચીત કરી અને અમદાવાદ હોસ્પીટલમાં ઓપરેશન કરાવવાનું નકકી કરેલું કારણકે અને ડાબા પગના ઘૂંટણના ઉપરના ભાગે ફેક્ચ૨ થયેલું હોવાથી ઓપરેશન મોટું હતું પણ જીવલેણ જોખમ ન હતું. જેથી જો હું મુંબઇ ઓપરેશન કરાવું તો મારા સગાંવહાલાને બધાને ખોટી દોડધામ કરવી પડે અને મને દર્દી તરીકે પણ ઘર આગણે કરાવવાથી માનસીક રાહત મલે અને આ વખતે તેઓએ જાતે અમદાવાદમાં ડૉં.એમ. ટી. મહેતાની હૉસ્પીટલમાં ઓપરેશન માટે વ્યવસ્થા કરેલી અને લગ્નગાળો હૉવાથી બીજા જ દિવસની ફસ્ટ કલાસની ટીકીટ મેળવી અશક્ય હતી પરંતુ પોતાના ભત્રીજાના લગ્નની જરા પણ ચિંતા કર્યા વગર તેઓએ જાતે જ વી. આઇ.પી ક્વોટામાં મારી અને મારી વાઇફની ફસ્ટ ક્લાસની રેલવે ટીકીટ મેળવેલી અને આ સાથેજ તેઓને વિચાર આવેલો કે મને પગનું ફેક્ચર હોવાથી ટ્રેનમાં બીલકુલ ઊભો થઈ શકીશ નહીં અને આખી રાતની મુસાફરી દરમ્યાન કદાચ બાથરૂમ/સંડાસ જવું પડે તો મુશ્કેલી ઊભી થાય અને તે માટે મંગળવારે મુંબઈ શહેરમાં કેમીસ્ટ બજારમાં સખ્ત હડતાલ હોવા છતાં કોઈ કેમીસ્ટને ત્યાં જઈને વિનંતી કરી કે મારા માટે Urine Pot & Bed Pan ખરીદીને તેઓ જાતે જ હોસ્પીટલમાં આપવા આવેલા અને આ અંગેનો તમામ ખર્ચ જ્યારે મે આપવા માંડેલો ત્યારે તેઓએ સ્વીકારવાની ના પાડેલી. વધુમાં તા.09-12-1977ના રોજ ઓપરેશન હોવાથી તે દિવસે તેઓ સવારના મુંબઈથી આવ્યા કે તરત જ તેઓની પોતાની હોસ્પીટલના ઓપરેશનોના સમયમાં ફેરફાર કરીને સવારના 8-30 વાગે મારી પાસે આવી ગયેલા અને ઓપરેશન પૂરું થયું ત્યા સુધી જાતે જ હોજર રહેલા અને હોસ્પીટલમાં હતો ત્યાં સુધી અવારનવાર ખબર લેવા આવતા. તેઓની આવી વર્તણુકથી મને બીલકુલ માનસીક ટેન્શન રહેલું નહિં. એકવખત તેઓનો ઈન્કમટેક્ષનો કેસ હાઈકોર્ટના જજની એમ.પી. ઠક્કર સાહેબ આગળ ગુજરાતમાં સાંજે 4-30 વાગે ચાલવા ઉપર આવેલો અને તે વખતે એમ.પી.ઠક્કર સાહેબની છાપ Revenue Minded ગણાતી પરંતું ડૉ.હરિભક્તિ સાહેબ માટે સાંજના પચ્ચીસ મીનીટ કેસ ચાલવા દરમ્યાનમાં તેઓની જાતે જ “I know Dr. Haribhakti. He has saved lives of so many person. He is a man of Ethics. He is genius.” વારંવાર ઉચ્ચારેલા અને બીજે દિવસે પણ કેસ અડધો કલાક ચાલેલો તે દરમ્યાન ઉપના વાક્યો જાણે ગોખી રાખેલા હોય તેવી રીતે ચાલું કોર્ટમાં વારંવાર ઉચ્ચારતા. આથી હાજર રહેલો સમગ્ર વકીલ સમુદાય અચંબો પામતું અને જ્યારે મેં ડોક્ટર સાહેબને પૂછ્યું કે સાહેબ તમે ઠક્કર સાહેબને Oblige કરેલા કે શું! ત્યારે મને હરિભક્તિ સાહેબે જવાબ આપેલો કે હું તો તેઓને ઓળખતો પણ નથી. છેલ્લા વીસેક વર્ષના સંબંધમાં હજુ સુધી કોઈપણ સમયે કોઈની પણ પાસેથી મેં તેઓના માટે કદી પણ અપશબ્દ સાંભળ્યો નથી અને ખાસ કરીને મ્યનીસીપલ કોર્પોરેશનની તથા ધારાસભ્યની ચુંટણીમાં સામાપક્ષના સ્ટાફ પાસેથી પણ, ધારાસભ્યની ચુંટણીમાં મતદારો તેમના તરફ ભાવ દેખાડીને ફક્ત એટલું જ કહેતા કે સાહેબ તમારે આવવાનું જ ના હોય અને અમને ફક્ત તમારા કોંગી પક્ષનો જ વાંધો છે. “આવી હતી તેમની ઉદારતા” હંમેશા તેઓ બીજાના દુઃખમાં કોઈપણ અપેક્ષા રાખ્યા વગર કામમાં આવતા અને બીજાએ તેઓનું કામ કર્યું તેનો બદલો તુરંત જ વાળતા. દા.ત. મેં અગાઉ જણાવ્યું તેમ તેઓ મારા એક્સિડન્ટ વખતે મુંબઈથી અમદાવાદની ફર્સ્ટ ક્લાસની બે ટીકીટ, યુરિન પોટ તથા બેડ પાન લઈ આવેલા અને આ માટે મેં પૈસા આપવા માંડ્યા ત્યારે ચોખ્ખી ના કહી અને જ્યારે તેઓનો ઈન્કમટેક્ષનો કેસ હાઈકોર્ટમાં ચાલ્યો ત્યારે તેની કદર રૂપે ઓચીંતા મારે ત્યાં જાતે Clearton લઈને આવેલા અને એડવોકેટ કે.સી.પટેલ તથા જે.પી. શાહને ત્યાં તેઓની સેવાની કદરરૂપે ચાંદીની વસ્તું અમે જાતે જ આપવા ગયેલા. “આવી હતી તેઓની માનવતા” મારી બેબી ચક્ષુ પ્રાયમસ એક્સીડન્ટથી સખ્ત દાઝી ગયેલી ત્યારે તેઓને ખબર પડતા વી.એસ.હોસ્પીટલમાં રાતના 10-30 વાગે ખબર કાઢવા આવેલા અને ગુજરી જવાથી તેઓના બધા ઓપરેશનો મુલત્વી રાખીને મારે ત્યાં બેસણાંમાં સવારના 8-30 થી 10-30 હાજરી આપેલી. ડોક્ટર સાહેબના ગુજરી ગયા પછી હું ચાર દિવસ પછી મારા દાંતના ડૉ. પટ્ટણીને ત્યાં ગયેલો ત્યાં તેઓએ તરત જ કહ્યું કે “પ્રવીણભાઈ ડૉ. હરિભક્તિ સાહેબે મને આશરે 15 વર્ષ પહેલા કહેલું કે Dr. Pattani I have lost glamour of money”. આગળ ચાલતા ડૉ. પટ્ટણીએ કહ્યું કે “એક વખત મારી વાઈફને પેટમાંકંઈજ ટકતું ન હતું અને પાણી, અનાજ વિ. લેવાથી તુરંત ઊલ્ટી થાય હું ઘણા ડોક્ટરોની દવા કરીને થાક્યો અને મેં ક દિવસ ડૉ. હરિભક્તિ સાહેબને વાત કરી ત્યારે તેઓએ મને તેઓને આજ સુધી નહીં જણાવા બદલ ઠપકો આપ્યો અને કહ્યું કે કાલે સવારના હું તારે ત્યાં આવીશ બીજે દિવસે સવારે 7-15 વાગે મારે ત્યાં આવ્યા અને મને ઊંઘમાંથી નહિં ઉઠાડવા જણાવ્યું અને મારી વાઈફની તપાસ કરીને દવા લખી આપીને ચાલતા થઈ ગયા.” “આવા હતા તેઓ બીજાના દુઃખમાં સહભાગી” 1978માં હું બોમ્બે હોસ્પીટલમાં ડૉ. ધોળકીયા પાસે Hip replacement નું ઓપરેશન કરાવીને જ્યારે અમદાવાદ પાછો આવ્યો ત્યારે તેઓ મારી ખબર કાઢવા અવારનવાર આવતા અને એક વખત ઘરમાં કોઈ નતું ત્યારે મોકો જોઈને મને કહે કે પ્રવિણભાઈ અમો થોડાક મિત્રોએ અમારા ઓપરેશનમાં જે ખર્ચ થયો છે તેમાં સહભાગી થવાનું નક્કી કરેલું છે. અને આજે તે હું લઈને આવ્યો છું અને મને કરમ લેવા માટે ઘણી વિનંતી કરેલી પરંતું મેં જણાવેલું કે સાહેબ રૂ. 15 થી 20 હજાર રકમ હું ખર્ચી શકું એમ છું અને મારો Insurance claim re-Open કરાવીશ અને બનશે ત્યાં સુધી ઈન્શ્યોરન્સ કંપની પાસેથી વસુલ કરીશ અને આ રીતે મેં તેઓને ઘણી વખત રકમ સ્વીકારવાની ના કહ્યા પછી જે તેઓએ મને રકમ આપવાનું માંડી વાળેલું. “આવા હતા વ્યવહારું” મારી પુત્રવધુ બીનાને ડૉ. બેંકરને ત્યાં બાબો આવ્યો છે. તેવા સમાચાર જાણ્યા પછી બીજે દિવસે તેઓ એકલા ડૉ. બેંકરની હોસ્પીટલમાં સાંજના ગયેલા અને ઓચીંતા ગયેલા હોવાથી સ્ટાફ બધો વિચારમાં પડી ગયો કે ડોક્ટર સાહેબ કોના માટે આવ્યા હશે અને સીધા જ બીના પાસે જઈને ખબર અંતર પુછ્યા પછી બાબાને રમાડ્યા પછી રૂ. 101નું કવર આપીને ચાલ્યા ગયા. જ્યારે જ્યારે તેઓ મારે ત્યાં આવતા ત્યારે અચુક ટેલીફોન કરીને આવતા અને ટેલીફોન આવતા હું તેમને ત્યાં જવાનું કહું ત્યારે તેઓ મને ના પાડીને મારે ત્યાં આવતા. એક વખત તેઓ મારે ત્યાં સવારના આવેલા ત્યારે મને પુછેલું કે બીના ક્યાં ગઈ છે? મેં તેઓને કહ્યું કે સાહેબ એની બા ચાર દિવસ પહેલા ગુજરી ગયા છે તેથી તેના પીયર ગઈ છે તો તેઓએ મને પુછ્યું કે તેના પીતા ક્યાં રહે છે? મેં કહ્યું કે ધરણીધર દેરાસર પાસે તો કે ચાલો આપણે ત્યાં જઈએ મેં ઘણી ના પાડી છતાં તેઓના આગ્રહના હિસાબે ત્યાં જવું પડેલું અને તેઓ વચલે માળ રહેતા હોવાથી મેં કહ્યું કે સાહેબ તમે અહિંયા કારમાં બેસી રહો અને હું તેને બોલાવી લાવું છું. પરંતું તેઓ ના માન્યાને મારી સાથે ઉપર આવીને દસ એક મીનીટ તેની સાથે બેસીને પછીજ તેમના કામે હોસ્પીટલ ગયેલા. સને 1988 જાન્યુઆરીમાં તેઓને ખબર પડી કે મારી પુત્ર વધુ બીના સી.એ ની પરિક્ષામાં પાસ થઈ ગઈ છે કે તુરંત મારે ત્યા રવિવારના આવ્યા અને આશરે અડધો કલાક બેસીને તેને શીખામણ આપતા ગયા કે તને સી. એ કરવામાં તારી સાસુનો ભોગ ઘણો છે માટે તે કદાપી ભુલીશ નહીં અને આગળ ચાલતા મને સલાહ આપી કે હવે ઘરમાં કામ કરનારો એક નાનો ફુલટાઈમ નેકર રાખીલો જેથી તે ઘર કામમાં મદદ કરે અને નાના બાળકોની થોડીક ઘણી સંભાળ રાખે અને બીના ઓફીસમાં સારી રીતે કામ સંભાળી શકે. 1985 માર્ચમાં અમદાવાદમાં અનામતના તોફાનો શરુ થયેલા અને થોડાક કામ માટે હું તેમની દિકરી શોભાબ્હેનને ત્યાં ગયેલો ત્યાં તેઓનો શોભાબહેન ઉપર ફઓન આવેલો કે સાંજનો ટાઈમ હોવાથી તોફાન કદાચ વધે માટે તમે પ્રવિણભાઈને એકલા ના જવા દેશો એટલે શોભાબહેન અને કુલદીપભાઈ મારી કારના પાછળ તેઓની કાર લઈને મુકવા આવેલા. “આવા હતા સિદ્ધાતવાદી” મારા કમળા કાકી (મોટી બા)નું તેઓએ ઓપરેશન1978માં કરેલું ઓપરેશન સારી રીતે પતી ગયેલું પરંતું કમ નસીબે તેઓને હાર્ટઅટેક આવવાથી હોસ્પીટલમાં ગુજરી ગયેલા. થોડાક દિવસ પછી જ્યારે અમારા કાંતિભાઈ બિલ ચુકવવા ગયેલા ત્યારે તેઓએ જણાવેલું કે મારી હોસ્પીટલમાં જે દર્દી કોઈપણ કારણસર ગુજરી જાય છે તેના હું પૈસા નથી લેતો. પછી જોકે અમારા કાંતીભાઈએ યોગ્ય રકમ ચેરીટેબલ ટ્રસ્ટમાં આપેલી. “આવી હતી તેમની યાદ શક્તિ” મારી પુત્ર વધુની બહેન મીના તેઓ જ્યારે 9-10 વર્ષના હશે ત્યારે ગાંઠનું મોટું જોખમી આપરેશન તેઓએ 56-57ની સાલમાં કરેલું અને તે ગાંઠ તેઓએ તેમના મ્યુઝીયમમાં પણ રાખેલી અને તેઓ ગુજરી ગયા તેના આગલા દિવસ તા. 16-1-1989ના રોજ મીના બેન તેમની નાની બેબીને બતાડવા ગયા ત્યારે ડોક્ટર સાહેબો તેમના આસીસ્ટન્ટને કહેલું કે આ બહેનનું ઓપરેશન તેઓ જ્યારે નાના હતા ત્યારે મેં કરેલું અને આજથી 30 વર્ષ પહેલાનું વર્ણન કરેલું. ડોક્ટર સાહેબના ગુજરી ગયા પછી દસેક દિવસ પછી એક લગ્ન સભારંભમાં મને મારા મીત્ર અને હાઈકોર્ટના એડવોકેટ આરડી પાઠક મળ્યા અને મળતાની સાથે જ તેઓએ કહ્યું કે “પ્રવિણભાઈ ડોક્ટર હરિભક્તિ સાહેબના હું જોકે બહું જ થોડા પરિચયમાં આવેલો છું પરંતું એથીક્સ અંગે આપણે બધા મોટી મોટી વાતો કરીએ છીએ જ્યારે ખરેખર એથીક્સ શું છે તે જાણવું હોય તો તેઓના જીવનમાંથી જાણવા મળશે” અંતેઃ “આવી હતી તેઓની સાદાઈ” માર્ચ-એપ્રીલ 1988માં તેઓને બેક પેઈન ઘણું ઉપડેલું અને સારો એવો ટાઈમ ઘેર આરામ કરેલો અને થોડું સારું થતા અમે તેઓનું છેલ્લુ વીલ કરવા બે ત્રણ વખત બેઠેલા ત્યારે તેઓએ મને જણાવેલું કે પ્રવિણભાઈ મારી મરણક્રિયા બહુ ઓછા માણસો ભેગા કરીને સાદાઈથી પતાવજો. અંતમાં તેઓએ ‘સાચા વૈષ્ણવજન’ સુપર હ્યુમન બીંગ તરીકેનું ઉમદા જીવન જીવી જાણ્યું છે અને ધન્ય છે તેઓને તથા તેઓને જન્મ આપનાર તેઓની માતૃશ્રી તારાબાને.