પૂ. બાલુકાકા અમારા કુટુંબી નેહીજન તરીકે જ હતા મારા પિતાશ્રી ડો. એચ. વી. શાહના એ ગામિત્ર, ફિલોસોફ અને ગીડ હતા. મારા પિતાશ્રી FRCSથયા એમાં એમનો ખુબ જ મોટો ફાળો હતો. એ સાચા હીરાપારમુ હતા. મારા પિતાશ્રીની આચિંક સ્થિતિ નબળી હોવાને કારણે આગળ ભણવા જઈ શકે એમ ન હતા. પણ પૂ બાલુકાકાનું પીઠબળ હોવાથી એ KRCS થઈ શક્યા.
બીજો પ્રસંગ વરઅણવતા આનંદ થાય છે કે મારાથી ડો. પી. જે. શાહ પણ જારવ સર્જન છે અને એમણે ૧૯૦૦ થી ૧૯૮૪ સુધી ડાકોર જનરલ હોસ્પિટલમાં Class – 1 તરીકે સેવા બજાવી હતી. તે દરમ્યાન એક વખત પૂ. બાલુકાકાનો ફોન આવ્યો કે રાજ ભોગ કરવા હું ડાકોર આવવાનો છું. અને તારે ઘરે આવીશ. મારા આનંદનો પાર નહોતો મુશળધાર વરસાદ હોવા છતાં એ અમારે ઘરે પધાર્યા અને આખો દિવસ એમની સંગતમાં દિવસ પસાર થયો , એ ક્યારેય કોઈ પણ વ્યક્તિને નાની ગણતા ન હતા. જ્યારે કોઇ પણ પેશન્ટ ડાકોરથી એમની પાસે જતું તો તરત જ કહેતા કે તમારા ડોક્ટર સારા છે. અહીં સુધી આવવાની જરૂર નથી. આવી એમની ઉદારતા અને સાદગી.
ત્રીજો પ્રસંગ વર્મવતા મને આનંદ થાય છે કે જે અમારે વડોદરામાં સર્જીકલ નસીંગહોમ ચાલુ કરવાનું ત્યારે અમારી ઇચ્છા આવા સજ્જન વ્યક્તિ પાસે કરાવવાની હતી. એમના આર્શીવાદથી અમે નવું પગથિયું ઇચ્છતા હતા. અમે એમને ઉદ્ઘાટન કરવા માટે કહ્યું એમ તરત જ હા પાડી દીધી. અમે અચંબામાં પડી આટલી સહજતાથી હા પાડી દીધી. અમારી હોસ્પિટલમાં એમને હાથે થયું અને અમે ધન્યતા અનુભવી રહ્યા.
આવા હતા. ડો. બાબુકાકા હરિભક્તિ ક્યારેય નાની વ્યક્તિ હોય કે મોટી વ્યક્તિ હોય છતાં એમનું વર્તન બધાની સાથે સરખું રહેતું. એમનો સરળ સ્વભાવ, હસમુખો ચહેરો અને સાદગી હંમેશા એમની યાદ અપાવતી રહેશે. એવું લાગે કે ભગવાને આવી વ્યક્તિઓ બનાવવાનું બંધ કરી દીધું છે. ડોક્ટર તરીકે ભગવાન હતા તેમના પેશન્ટ માટે. એમનો સ્વભાવ એમના વ્યવસાય… અનુકુળ હતો. આવા સાદગીભર્યા, પ્રેમભર્યા અને સૌમ્ય વ્યક્તિ કેવી રીતે ભુલી શકાય?