આપણા પ્રખર ધારાશાસ્ત્રી , શિક્ષણક્ષેત્રે અગ્રણી અને બહુમુખી પ્રતિભાશાળી સ્વ . શ્રી ઈન્દ્રવદન માણેકલાલ નાણાવટી અનેક વ્યકિતઓ અને સંસ્થાઓના પ્રેરકબળસમા હતા. જુદા જુદા ક્ષેત્રે તેનું પ્રદાન માતબર રહ્યું છે.
સંચય ફેબ્રુઆર્નો ૮૧ ના અંક ‘શ્રી ઇન્દ્રવદન નાણાવટ સ્મૃતિઅંક’ તરીકે પ્રગટ થશે જેમાં સ્વ . શ્રી ઇન્દ્રવદનભાઇની પ્રેરણાત્મક કર્તવ્ય પરાયણતા અને વ્યકિતત્વના વિવિધ પાસાએાનુ ‘દર્શન” અને સંસ્મરણો પ્રગટ થશે.
આપશ્રી સ્વ . શ્રી ઈન્દ્રવદનભાઈ નાણાવટી સાથે સારી રીતે સંકળાયેલા હોઈ તેમની કાર્યશીલતા અને કાર્ય ક્ષેત્ર વિશેના તમારા સ્મસ્મરણો લખી મોકલવા અમારૂં હાર્દીક આમંત્રણ છે.
આપનું લખાણ અમને તા . ૧૦ મી ફેબ્રુઆરી ૧૯૮૧ સુધીમાં મળી શકે તે રીતે મોકલવા વિનંતી છે
આભાર સહ,
જાણીતા ડોકટર જયંત હરિભકિત મારા પ્રેસની બાજુના ગેરેજમાં તેમની મોટરની સારવાર માટે આવેલા , અમારી નજર દ્રષ્ટોદ્રષ્ટ થઈ અને સ્મીત રેલાયું . મેં એમને મારા પ્રેસમાં ઘડીક આમંત્ર્યા. ૧૯૫૧ માં મેં જયારે એપરેશાન કરાવ્યું ત્યારે ડોક્ટરહરિભકિત વાડીલાલ સારાભાઈ હોસ્પીટલમાં સર્જન તરીકે માનદસેવા આપતા હતા. લાગણીભર્યા, સૌજન્યશીલ અને પ્રોત્સાહક દાક્તરોની એ વખતે સરસ મજાની ટૂકડી હતી.સૌ સમર્પિત અને અનુકંપાભર્યા તેઓ દર્દીના અને હોસ્પીટલના ક્ષેમકુશળ માટે હરહંમેશ વિચારતા અનોખી સેવા આપતા હતા. સોમનાથભાઈ વહિવટી પાંખમાં નિપૂણે, સમર્પિત સેવા આપતા હતા. બંધાના હૈયે આજારિ દર્દીઓ પ્રતિ અનુકંપા ભરી પડી હતી,લવલેશ સ્વાર્થ નહિ, સ્થાન માટે હૂસાતુંસી નહિ , એક બીજાને નીપટાવવાની તો વાતજ ક્યાંથી હોય? મારી સરાવાર ડૉ.એ. મ. ડી. દેસાઇને હવાલે હતી પણ ડૉ.હરિભક્તિ હમેંશા મારા પ્રતિ સ્મિતની લહાણ કરતા રહે. ચારેક માસની મારી હોસ્પીટલ સારવાર દરમ્યાન જયંતભાઈ મારી ખૂબજ ભાવપૂર્વક સંભાળ રાખતા, મારું નબળું “શરીર જોઈ એમને જ મારા જેવા જન્મે બ્રાહ્મણ ને પદ૨નાખર્ચે ઈંડા રાખવાની ફરજ પાડી! દર્દી એમના મનમાં અગ્રસ્થાન ઘરાવતો. એકવાત કરી. દાક્તરો કે હતો કે વ્વસ્થાતંત્ર નાતજાત કે ઊંચનીચમાં માનતા નથી. પણ એમના કોઈ એક દર્દી જૂની ઘરેજના ભ્રામણ. ગમે તેવા લોકો ખાવાનું પીરસવા આવે તે એમને ગમે નહિ. એમનું શેર લેહી બળી જાય, ચહેરો ૨ડમસ રહે . મન માંદુ’ હોય તો સારવારની અસર કેમ પડે? ડો . હરિભકિતએ વાત જાણી લીધી. એક બાજુ નાતજાતના ભેદની વાત હતી તો બીજી બાજુ દર્દીના વાત હતી તો બીજીબાજુ દર્દીના સ્વાસ્થની સમસ્યા! બધું કોરાણે મૂકી એમણે દર્દીના સ્વાસ્થ્યને અગ્રસ્થાન આપ્યું. હોસ્પીટલમાં રસોઈ કરનાર મહારાજને તૈયાર કર્યા કપાળે મોટો ચાંદલો કરી, સાર જનોઈ કરી, સારી જનોઈ પહેરી, ઉઘાડા ડીલે, પિતાંબર પહેરી ખાસ એ દર્દી પીરસવા જવા એમને સૂચના આપી. રોજ મહારાજ આ રીતે એ દર્દીને પીરસવા જાય. દર્દીનું માદું મન સાજૂ થયું એટલે સ્વભાવિક જ તનની તંદુરસ્તીમાં ઝડપી સુધારો થતો ગયો. દર્દી આનંદમાં રહેવા લાગ્યો! ડૉ. હરિભક્તિ યુક્તિ સફળ થઈ! એ કહે છે કે આપણે ઘણી વાર અમુકતમુક બાબતમાં માનતા ન હોઈએ પણ કોઈના શ્રેયના માટે બાંધછોડ કરવાની આવે અને એમાં કોઈના હિતને કોઈ પ્રકારે નુકશાન થતું ન હોય તો સાચી સમજણપૂર્વક સામાધાની માર્ગ લેવો..
ડૉ. હરિભક્તિ એ દિવસે મારા પ્રેસમાં અનેરી સુવાસ મૂકતા ગયા.