પૂ. બાબુભાઈને ૧૦૦ મી જન્મજયંતિના દિવસે ખૂબ પ્રેમ અને હદયથી પ્રણામ – વંદન. પૂ બાબુભાઈનું નામ લેતા અને રોજ એમને યાદ કરતા, એક ખૂબ જ પ્રેમાળ પિતા તરીકેનો પ્રેમ સ્મિત દેખાય છે. એમને કરેલા સત્કર્મો અને Divine Qulitiesઅમારા જીવની એક અદભૂત શક્તિ છે. Family તેમ જ બધાને એક સરખા ગમતા. બધાના સારા પ્રસંગોમાં કે બીજી કોઈ પણ Dificultiesમાં કીધા વગર ઊભા રહેતા અને એમની એક Preserceથી દરેક વસ્તુ ખૂબ સારી રીતે પાર પડી જતી. બધાને પૂ. બાબુભાઈ મારા છે, એવી લાગણી એમના વિશાળ અને પ્રેમાળ હૃદયથી કરાવતા. પૂ. દાદા પૂ. તારાબા માટે તો એ રામ ભગવાન જેવા હતા, દાદા હંમેશા કાગળ લખે તો “મારા રામ” એમ લખતા. વાર તહેવારના દિવસે પૂ, તારાબાને દાન – પુણ્ય કરવાનું હોય તો એમના કીધા પહેલા જ બધી વસ્તુઓ લાવી દેતા. આમ પોતાના માતા – પિતાની લાગણીઓને ખૂબ જ સમ્માન આપતા. અમે નાના હતા ત્યારે ખૂબ જ busy હોવા છતાં, અમારી બધી Facilities નું ધ્યાન રાખતા અને પ્રેમથી પૂરી કરતા. ખાવા – પીવાની પણ ખૂબ શોખીન આઈસ્ક્રીમઅને Sweets ખૂબ જ પસંદ. પોલી- ક્લીનીક એમની કર્મ-ભૂમિ. પોતાના ખૂબ જ પ્રેમાળ ઉદાર અને ખૂબ જ આનંદી સ્વભાવને લીધે ખૂબ એમને માન મેળવ્યું અને લોકપ્રિય બન્યા એની સાથે પોલી-ક્લીનીકના નામને પણ ખૂબ famous બનાવ્યું. Patients તો એમના માટે ભગવાન જેવા હતા, Patients ભક્તિ સમજી સેવા કરી અને સામે Patient એમનામાં હરિ એટલે કે ભગવાને જોતા. Patients શું દર્દ હંમેશા એમના પ્રેમ નમ્રતાથી જીતી લેતા. ઘણીવાર કહેતા કે મારો Clinic staff છે, તો હું છું. અને મારા નાના- મોટા બધા Staff ને ખૂબ ખુશ રાખતા જ્યારે કોઈ મોટુ Operation કરે તો હંમેશા બધાને ગરમ-નાસ્તો ચા કરાવે સાથે ઘણીવાર ગીફ્ટ પણ લઈને આપતા. ડો . નરેન્દ્રભાઈ radiologist કે પછી pathology ના staff માટે જઈને જાતે gifts આપતા. ખૂબ જ વિશાળ હ્રદયના ઘણીવાર રાત્રે આઠ વાગે ઘરે આવવાનો સમય થાય અને તો કારમાંથી પણ પાછા ઉતરી એમની વિનંતીને માન આપતા, પાછા સીડી ચઢીને તમાસતા અને Problem Solve કરતા. એમની ખૂબ ઓછી ફીના લીધે મેં એમની પાસેથી સાંભળ્યું કે ઘણા Doctors ના ફોન આવે કે personally મળવા આવે કે, સાહેબ ફી વધારો, અમારે problem થાય છે. પણ profession કરતા. એ પોતાના કામને એક સેવા સમજતા, ખૂબ જ સેવા ભાવી. કોઈ કારણસર એવા Case આવે તો, patients ને બીજા doctors પાસે મોકલી દેતા અને indirectly એમને લાભ આપતા. આમ ઉદાર દિલના લીધે, સૌનું મન જીતી લેતા. ખાસ મહત્વની વાત, જે first page ઉપર add કરવી. મેં એમની પાસેથી સાંભળ્યું છે કે, હું doctor કેવી રીતે બન્યો. પૂ. મગનભાઈ શેઠ હરિભક્તિ ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ હતા. એમનો ખૂબ જ રુઆબ. ઘરમાં આવે, એ પહેલા રોડ ઉપર લોકો એમને જગ્યાએ આપે, ખૂબ માન આપે. પૂ. બાબુભાઈ પાસેથી મેં સાંભળ્યું છે મને doctor બનવાની ઇચ્છા કેવી રીતે થઈ? બરોડામાં હવેલીમાં રહેતા અને જ્યારે બહારથી પૂ. મગનભાઈ હરિભક્તિ શેઠ આવે, તો લોકો ખસી જતાં, એમને જગા આપતા. પણ જ્યારે ઘરે કોઈ કારણસર વૈયરાજ આવે તો એમને માન આપવા મગનભાઈ શેઠ જાતે ઊભા થઈ જતા હું ખૂબ નાનો હતો. એ વખતે આ સાંભળીને હું બાબુભાઈના હંમેશા થાય કે, જેને બધા આટલું માન આપે છે. તો વૈધરાજ આવે ત્યારે મગનભા શેઠ જાતે ઊભા થઈ જાય છે અને માન આપે છે. વૈધ કે ડોક્ટર બનવામાં ખેરખર માન-સમ્માન મળે છે. આ એક બધુ અગત્યનું કારણ હતું, એમને આવા માન-પ્રતિષ્ઠા મેળવી, એક ડૉક્ટર તરીકે ખૂબજ લોકપ્રિય બન્યા. મોનલ-દિપાલી એ વખતે ખૂબ નાના હોવા છતાં પણ એમના આપેલા પ્રેમને ખૂબ જ યાદ કરે છે. જ્યારે પણ ઘરે, આવે કદી ખાલી હાથે ન આવે, કોઈ કારણસર નીની પણ માંદગી હોય તો ખૂબ જ બીઝી હોવા છતાં પણ સવારે વહેલા ઘરે આવી જાય અને જાતે જ doctor પાસે લઈ જઈ, problem solve કરી દેતા. અમારા ઘરે કે કોઈના પણ ઘરે અઠવાડિયામાં એક વાર ફેમીલીમાં મળવા જાય અને હંમેશા સાથે, ખાવા-પીવાની વસ્તુઓ તો હોય જ. આમ family ને પોતાના ખૂબ જ પ્રેમથી એક ફેમીલી family bonding માં રાખતા એમના પ્રેમાળ સ્વભાવથી કોઈ પણ ઘરે પોતાનો હક્ક સમજીને આવતા પ્રેમથી આવકાર આપતા. બહારગામથી family કે friends નો કોઈ પણ member આગળ education માટે અમદાવાદ આવવું હોય તો કહે કે હોસ્ટેલમાં નહિ રહેવાનું અને પોતાના ઘરે રાખતા અને ખૂબ જ પ્રેમથી બધાની સગવડોનું ધ્યાન રાખતા અને પોતાનું જ ઘર છે, એવી સૌને લાગણી થતી. આજે એ બધા એમના આશીર્વાદ અને પેરમથી પ્રગતિ અને સફળથા મેળવી છે. જુદા જુદા field માં જેમ કે મેડિકલ, મ્યુનિ. કોર્પોરેશન ગુજ. યુનિવર્સિટી રાજકારણ, વિસાવાડ ન્યતીના પ્રમુખ, M. H. અને વિવેકાનંદ મિલમાં director અને All India Medical Council ના સભ્ય, આમ દરેક ક્ષેત્રમાં ખૂબ જ નામના મેળવી, પોતાના આદશોંથી અને કુશળતાથી. ડો. જીવરાજ મેહતાના foundation માં એમનો ખૂબ મહત્વનું યોગદાન ફાળો છે. ઘણીબધી meetings ઘરે થતી. કમિટિના vice – president હતા અને foundation માટે સૌથી પહેલા donner હતા. પૂ. બાબુભાઈ માનતા પહેલા હું donation અપીશ તો જ હું બીજાને donation માટે વિનંતી કરી શકું. અમદાવાદ મેડિકલ હોલમાં આજે પણ વિધાર્થીઓ Dr. J, B. Haribhakti Book-bank નો લાભ લે છે. જેની એમને સ્થાપના કરી. જ્યારે અમદાવાદમાં riots ચયા ત્યારે curfews હતો. અમારા ઘરે patient, relatives અને staff માટે જમવાનું સવાર-સાંજ ઘરે બનતું અને curfew હોવાને લીધે જાતે કાર ચલાવી જમવાનું આપવા જતા. ખૂબ જ સેવા ભાવી અને નિરાભિમાની વ્યક્તિ હતા. મારા mother law પૂ. પૂષ્પાબેનને ૧૯૮૨ માં પેલીસીસનો attakઆવ્યો. એ દિવસ રવિવાર હતો. ટાગોર હોલમાં નામાંક્તિ doctors ની conference હતી. સવારે પૂ. બાબુભાઈ જાતે car ચલાવી, ટાગોર હોલ ગયા અને ચાલુ conference માંથી ડો. રણજીત આચાર્ય (Neuro Phy-સર્જન) ખૂબ પ્રતિષ્ઠિત ડોક્ટર તરત જ પૂ. બાબુભાઈના કહેવાથી ખચકાયા વગર તરત જ ઊભા થઈ ગયા અને એમની સાથે આવીને treatment શરૂ કરી. Proper time ઉપર treatment મળવાથી એ થોડા વખત પછી normal થઈ ગયા. મારી મમ્મીને પગની તકલીફના લીધે ડો. વિક્રમભાઈ શાહ (Knee surgeon સર્જન) પાસે લઈ ગઈ. હરિભક્તિ Sarname જોઈને ડો. વિક્રમભાઈ કહે કે હું તો એમને મળ્યો નથી, પણ અમારા પ્રોફેસર હંમેશા એમનો example આપે અને કહે કે ૧૦૦ વર્ષ થશે, તો પણ ડો. હરિભક્તિ સાહેબ જેવા પ્રમાણિક ડોક્ટર નહી થાય. ડોક્ટર બનવું હોય તો હરિભક્તિ સાહેબ જેવા બનવું. અમારી ફી ન લીવી. C. L. હોસ્પિટલ જવાનું શરૂ કર્યું અને હોસ્પિટલ જાણીતી થવા માંડી. બાજુમાં રહેતા સી. દિપકભાઈ કહે કે હરિભક્તિ સાહેબના આવવાથી ખૂબ શાંત રહેતો રોડ busy અને traffic વાળો થઈ ગયો. પહેલી એપ્રિલ આવે કે પોતે આટલા busy હોવા છતાં, family માં બધાંને એપ્રિલ કુલ બનાવવાનો Plan કરે. પૂ. બાબુભાઈ બધા જ દૈવી-ગુણો અને દૈવી-શક્તિ પ્રભુએ એમને આપી અને ખરેખર એ પ્રમાણે જીવન જીવીને ખૂબ જ માન-પ્રતિષ્ઠા, લોકપ્રિયતા મેળવી, જેને આજે પણ બધા ખૂબ માન અને પ્રેમથી યાદ કરે છે. એકવાર પણ જે વ્યક્તિ એમને મળ્યા ન હોય તો આજે પણ કોઈ ભૂલ્યું નથી અને જે નથી મળ્યા, એવા પણ યાદ કરે છે, તેમને એમની ફક્ત વાતો સાંભળીને એમના માટે ખૂબ માન થાય. ખૂબ જ સરળ, નમ્ર અને પ્રેમાળ, સાદગીવાળુ એમનું જીવન, એ અમારુ ખૂબ મોટું inspiration છે.આખા દિવસના કામ પછી પણ, સાંજે ઘરે આવે, તો એટલા જ fresh અને એવું જ સ્મિત હોય. મે કદી સાંભળ્યું નથી કે હું થાકી ગયો. એમને આપેલા આશીર્વાદથી જ્યારે મારી મમ્મી ૨૦૦૫માં તબિયત બગડવાથી મને પૂ. મમ્મીની સેવા કરવાનો ખૂબ સારો લાભ મળ્યો એ તક માટે હું પૂ. બાબુભાઈનું ખૂબ દિલથી આભાર માનું છું. અને ધન્યતા અનુભવું છું. પૂ. મમ્મી પણ પછીથી ૨૦૦૫ થી ૨૦૧૧ સુધી જ્યારે ચાલી ન શકતી પણ મમ્મી Wheel-Chair પણ પહેલાના મજબૂત મનોબળથી Week માં બે – ત્રણ વાર સાંજે ૧-૧૫ કલાક Car માં ફરી આવે, મંદિરની બહાર ખાસ મોટર ઊભી રાખે દર્શન કરે, કહેવાય સગા સંબંધીના પમ ઘરે જાય, પણ આ બધુ પણ ખૂબ જ સેવા ભાવી Staff હતો, તો શક્ય બન્યું, અને સાથે મમ્મીનું દેઢ-મનોબળ. આમ પૂ. બાબુભાઈ અને મમ્મીના ખૂબ આશીર્વાદ પ્રેમ અને શુભ-કામનાઓ હંમેશાં મારા પરિવાર મોનલ-દિપાલી-સુજય-કુશલ અને અમારા ખૂબ જ અમન, રોહન, રિવાન સાથે હંમેશાં રહે, એવી પ્રાર્થના. અમારા બધા તરફથી એમને ખૂબ વંદન-પ્રણામ. આજે દિકરી તરીકે હું ખૂબ ગર્વથી – માનથી કહીશ. ત્વમેવ માતા, પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ શ્વ સખા ત્વમેવ ત્વમેવ વિધા, દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વમ્ મમ્ દેવ દેવ. જય શ્રી કૃષ્ણ