ડૉ. જયંત હરિભક્તિનો દેહાંત? એક એવી વ્યક્તિનો વિલય- એક એવી વ્યક્તિનું વિસર્જન એક એવા વ્યવસાયથી ડૉ.નું નિધન જે કદાચ ફરી જોવા ના મળે. એવા નિસ્વાર્થ કાર્ય કુશળ અને પરમાર્થી ડૉકટ્ર જેને ડોક્ટર ન કહીએ તો એક ફિરસ્તા કહિએ તો જરાય અતિશયોક્તિ કહી એમ કહી ન શકે!
જ્યારે જ્યારે તેમને મળવાનું થાય ત્યારે હંમેશા કંઈક નવું કઈંક પ્રેરણા દાયક કંઈક જીવનમાં અનુસરવા જેંવું જાણવા મળે.ડોક્ટર અને તેમના સ્વજનો નિકટના સગાઓનો ચાર્જ ન લેવાનો તેમનો અદ્રડ નિયમ એક કડક શિરસ્તો એકવાર મારા એક અંતજનની તેમને કરેલી સારવારનો ચાર્જ લેવા મેં તેમને ખુબ આગ્રહ કર્યો. ત્યારે તેમણે કહેલું આ વાક્ય આજે વર્ષો થયા ભૂલાતું નથી. Dr. Patમાં, I have lost the alamour of money. એ વાક્ય આજે ઘણા વર્ષો થયા પણ મારા મન પરથી કળજો છોડતુ નથી. એ સુવર્ણ વાક્યના પડઘા કદાચ કદી નહીં શમે. હું મારી જાતને ઘણી વાર પૂછુ છુ કે હ્રદયના ઉંડાળમાંથી બોળેલું વાક્ય આપણે આજે કેટલા જણ ઉચ્ચારી શકીએ તેમ છીએ?
નવરંગપૂરા બસ સ્ટેન્ડ પાસે આવેલા અલ્કા પ્રોવિઝનલ સ્ટોર્સ એક રવિવારે મળી ગયા. મેં તેમને નવા નવા બજારમાં મૂકાયેલા ડિસ્પોઝેબલ રેઝર ઢગલા બંધ ખરીદતા જોયા તેમની પાસે જઈ મેં પૂછ્યુઃ આટલા બધા રેઝરનું શું કરશો? ત્યારે તેમણે કહ્યું, એકાદ બે વખત વેપારીને અને નોકરોને આપી દવ છું એવી ઉદ્દત ભાવના !
મારી પત્ની- પુષ્પાને પેટમાં સખ્ત દુખાવો રહ્યા કરે સતત ઉલ્ટી થયા કરે પેટમાં પાણી સુદ્ધાની ટકે. ઘણા ડોક્ટરોની લાંબો સમય સારવાર કર્યા છતા ઠેકાણું પડતું ન હતું. છેવટે ડોક્ટર હરિભક્તિ સાહેબને ફોન કરી વિગતો જણાવી પૂછ્યું. ક્યારે બતાવવા લાવું? મને કહેઃ તારે આહિં લઈ આવવાની જરૂર નથી હું આવીને તપાસ કરી જઈશ. બીજે દિવસે સવારે 7 વાગે મારા નિવાસે આવી, મારી પત્નિને તપાસી, પ્રિસ્ક્રીપ્શન લખી વિદાય થઈ ગયા. તેમના ગયા પછી અડધા કલાકે હું ઉઠ્યો મારી પત્નિએ કહ્યું હરિભક્તિ સાહેબે તેમને ઉઠાડવાની ના પાડી અને મને તપાસી દવા લખીને જતા રહ્યા. હું તો ભાવ વિભોર થઈ ગયો. એમના ઋણ નીચે દબાયેલો છું એવો ભાવ આજ સુધી અનુભવતો રહ્યો છું. હું માનતો નથી કે આવે અનુભવ મારા જેવી એકલ દોકલ વ્યક્તિનોજ હશે, આના જેવા ઘણા અનુભવો અસંખ્ય વ્યક્તિઓએ કર્યા છે. અને મને જાત અનુભવ છે કે આવા વિરલ- પરમાર્થી-સીલબસ-ડીકોડ ડોક્ટર શોધવા એ ઘાસની ગંજી માંથી સોય શોધવા જેવું કપરૂ કામ છે.
જીવનની આખરી ઘડી સુધી કાર્યરત રહ્યા. He clade in hardnessનુ વાક્ય સાર્થક કર્યું! કોડથી એથીક આચારસહિંતા એ તળિયો માટે એક આદર્શ- ધર્મ પુસ્તક જેવુ છે. એને શબ્દશઃ જીવનમાં ઉતાર્યું હોય એવા ડોક્ટરમાં ડૉ. હરિભક્તિ કદાચ પ્રથમ હરોળમાં બેસે.
ત્રણથી ચાર નાના મોટા ઓપરેશન કરી ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે ત્યારે હંમેશા તાજગીભર્યા સદા-હસતા- હસાવતા જ હોય થાય કે અણગમો કદી મોં પર દૂર હતો કોઈએ જોયો નહીં હોય અને આથી જ હું એમને એક EVERGREEN ડોક્ટર તરીકે આળખતો.
ઘણાવર્ષો ઉપરનો એક પ્રસંગ યાદ આવે છે. આજનું એમનું નિવાસ સ્થાન ‘હરિભક્તિ’ હાઉસ જ્યારે તેમણે ખરીદ્યુ ન હતું. ત્યારે મકાનની આગળના ભાગમાં કેટલાક ઝુપડાઓ હતા. આથી આ બંગલો કોઈ જલ્દીથી લેવા તૈયાર ન થાય. ડોક્ટર સાહેબે એ બંગલો ખરીદ્યો અને ઝુપડાવાળાઓની સગવડ માટે બહાર પાણીનો એક નળ પણ નખાવી આપ્યો. આ વાત આજે કોઈ માનવા પણ તૈયાર થશે કે કેમ તેની મને શંકા છે.
ડૉ. હરિભક્તિના દેહવિલયથી ગુજરાતે એક સૌમ્ય પ્રતિભાશાળી માયાળુ, હસમુખા, ઉદાર અને પરગજુ ડોક્ટર ગુમાવ્યા છે તેમની ખોટ કદાચ કદી નહીં પૂરાય.