આ વ્યક્તિ માટે તો શું કહું? કે શું લખું? પણ એટલું ચોક્કસ કહીશ (મારી દ્રષ્ટિએ) શ્રી બાબૂભાઈ નેક્ષ્ટ ટુ ‘ગોડ’ હતા. એ અતિશયોક્તિ નહીં જ લેખાય.
સગપણમાં હું શ્રી બાબૂભાઈની “કાકી” થાઉ ઉંમરમાં પણ મારા કરતા મોટા છતા ‘કાકી’ કહે પણ ‘તું’ કહીને જ બોલાવે મને ખૂબ આનંદ થાય. કાયમ હસતો ચહેરો હજી પણ આંખ આગળ અને હ્રદયમાંથી ખસતો નથી એમને માટે તો જેટલું લખીએ કે બોલીએ પણ શબ્દો આછા પડે.
દાતા (દાનવીર) એમવું દાનવીર તરીકે નામ આગળ પડતું હતું. પણ ‘ગુપ્તદાન’ પણ એટલું જ કરતા એક વખત રાત્રે શિયાળાની ઠંડીમાં એમની સાથે આંટો મારવા ગઈ હતી. ગાડીમાં ડીક્કીમાં ગરમ ધાબળા હતા અમે બે-ચાર એરીયામાં ફર્યા. ઠંડીમાં થથરતા ભાઈ બેનો ઉપર ચૂપચાપ ધાબળા ઓઢાડી હાલી નીકળે એમને ખબર પણ ના પડે. ગાડીમાં બિસ્કીટ-કેળા-ચોકલેટ તો ખરા જ રસ્તામાં ગરીબ બાળકોને આપ્યા કરે.
એમની ઓળખાણ એક ગરીબ છોકરો હતો સારેવડા બનાવીને વહેંચે. એની પાસેથી સારેવડા લઈ પહેયે બનાવી ગાડીમાં મૂકાવ્યા પૈસા આપી દીધા એને દાન આપ્યું છે એવી ગંધ પણના આવવા દીધી તે વખત મારે એમની સાથે વડોદરાથી અમદાવાદ જવાનું થયું એ પહેયે એમને એમની (રાજસ્થાન) હોસ્પીટલના સ્ટાફને વહેંચી દીધા. સ્ટાફ સાથે એ ખૂબ પ્રેમપૂર્વક વર્તન કરતા બધાએમને ભગવાન જ માનતા .
વડોદરા હવેલીમાં આવે ત્યારે બધા બાળકો બાબૂકાકા આવ્યા કહીને દોડી જતા બધાને પ્રેમથી કોઈને પેન્સીલ-પેન-રમકડા ચોકલેટ આપતા. અને બાળકોને ખૂબ પ્રેમ કરતા.
સ્પષ્ટવક્તા- ખોટું ચલાવી ના લેતા.
એ કોર્પોરેશનના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા પણ થોડા વખત પછી બરાબર વહીવટ ચાલતો નહોતો એટલે બેધડક રાજીનામું આપી દીધું.
સમયસૂચકતાઃ એમના માં સમય સૂચકતા બરાબર હતી.
એકવખત મારા દિકરાને એમના હોસ્પીટલમાં ઓપરેશન કરવાનું હતું, અમે બધા બાર વાગે પહોંચી બધી તૈયારી થઈ ગઈ એટલે કાકી તું હવે ઘરે જઈને જમી આવ, થોડોઆરામ કરીને બે વાગે આવી જજે. હું તો એક ધડકન ચૂકી ગઈ ઓપરેશન હોઈએ બીજાબધા હાજર હતા અને મને (મા) બાબૂભાઈ ઘરે મોકલે છે. બાબૂભાઈ સમજી ગયા મને કહે છે કે અત્યારે તારી જરૂર નથી, પછી જ્યારે દિકરાને ભઆન આવશે, ગભરામણ થશે, ઊલટીઓ થશે, ગ્લુકોઝના બોટલનું પણ ધ્યાન રાખવાનું રહેશે એવે સમયે તારી ખરી જરૂર પડશે અને એજ પ્રમાણે થયું
વળી હું એકલીના પડું એટલે બધા ઓળખીતા વારાફરતી મને કંપની આપવા પણ સૂચન કરી દીધું હતું પાંચ દિવસ પછી અમે કુસુ મળેને ત્યાં રહ્યા, ત્યાં પણ બરાબર સવાર સાંજ અમારી પાસે આવતા. છેલ્લે દિવસે વડોદરા જવાના હતા ત્યારે એ આઈસક્રીમ મંગાવી રાખ્યો હતો પણ બાબુભાઈ તો ત્રણ વાગે આઈસક્રીમ કેક અને ચેકલેટ લઈને આવી ગયા અને બે વાર આનંદ કર્યો અને હરખના આંસું સાથે વિદાય લઈ આ દ્રશ્ય વાગેળતા વડોદરા આવી ગયેલ આવા અમારા બાબુભાઈના ફરી મળે કેમ વિસરાય એમને?