કેટલાક વખત પહેલાં તમે ગુજરાત સમાચારમાં ભાઈ હારીભાક્તિના સંસ્મરણો લખવાનું લખ્યું હતું , હું અહીં દાખલો ટાંકુ છું.
ભાઈ હરિભકિતને 38 ઉંમરે હિલસ્ટેશનથી આવતાં સખત હાર્ટએટેક આવ્યો. આપણા એક ગુજરાતી ભાઈને લિફ્ટ આપવા વિનંતી કરી. કોઈએ લિફ્ટ ના આપી . એવા લોકોની સેવા ભાઈએ મરતાં સુધી કરી. કેવી માનવતા !
આજથી 4 વર્ષ પહેલાં મને એપેન્ડીક્સનો સ્ટ્રોંગ એટેક આવ્યો. પારેખ્સમાં ભાઈએ મારું અઢી કલાક લાંબું ઓપેરેશન કર્યું . પાંચ દિવસ રહી. એ વખતે ભદ્રમાં તોફાન ચાલતું હતું તેથી મને પાંચમા દિવસે રજા આપી . ઘેર આવતી વખતે હું ભાઈને પગે પડી અને કહયું કે આટલી જલદી હું ઘરે જઈશ એવું મને લાગતું નહતું . મને કહે છે કે ઘેર જય ઠાકોરજીને પગે લાગજો મને તેમણે તેમનાં પગ પાસેથી ખભો પકડીને ઉભી કરી અને તેમની છાતી સાથે લીધી. બેન તું તો મારી મોટી બ્હેન છું. આ પ્રસંગની સુવાસ હજુ મારાં હૈયામાં છે. આવો પ્રેમ કયો દાક્તર બતાવશે ! બધાં દાક્તરો પૈસાનાં ભૂખ્યા છે , જયારે મારા બાબુભાઈએ દર્દીઓની મફત સેવા કરી છે. આખા ગુજરાતમાં એમની ખોટ પડી ગયી. લોકો સ્મશાનમાં ચોધાર આંસુ સારતાં હતાં. સહુનો લાડકવાયો બનીને હસતાં હસતાં દેહ છોડી દીધો. સાધુ સંતો પણ આવી સેવા કરતાં મારા પ્રિય ભાઈએ સંસારમાં રહીને દીનદુઃખીની સેવા કરી.
સદાય હસતું મુખડું. હું કહું કે ભાઈ તમે તો દેવ છો ત્યારે હસતાં હસતાં કહે કે દેવ કે દાનવ?
કોઈકવાર મને વિચાર આવે કે જે દિવસે ભાઈ આ દુનિયામાં નહિ હોય ત્યારે સમગ્ર હિન્દુસ્તાન ઉપર સખત ફટકો પડશે. એવો દેવીપુરુષ ફરી ક્યારે જન્મ લેશે ! જેના હૈયામાં લોકો માટેની કરુણતા અને મુખડાં પાર હાસ્ય પથરાયેલું જ હોય. ગરીબ તવંગર સહુ એમને મન સરખાં.
મેં એકવાર કહ્યું કે ભાઈ તમારા બાને મારે જોવા છે, તો એમને ઘેર મને લઇ ગયા. મેં કહ્યું કે બા આવા દેવ જેવા દીકરાને તમે જન્મ આપ્યો. બાએ કહ્યું કે બેન પરભવનાં પુણ્યે આવો પુત્ર મળ્યો. બાના હૈયામાં આ કહેતાં આનંદ હતો.
લખવાનું તો ઘણું છે પણ અહીં વિરમું છું. મારાં પ્રિય ભાઈનું મુખડું સદાય મારાં હૈયામાં રહેશે.