ડૉ. શ્રી જયંત હરિભક્તિનું એકાએક અવસાન થયું તેથી મને દુઃખ થયું. ડૉ. શ્રી મારી સામે 1975માં ધારાસભ્યની ચુંટણીમાં ઊભા રહ્યા તે પહેલાનો મારે તેમની સાથે સંબંધ હતો. ચુંટણીમાં સામે ઊભા રહ્યા છતાં તેમણે કાયમ પ્રેમ રાખ્યો હતો મને લાગણી બતાવી હતી. ડૉ. સાહેબ ઉદાર દિલના, હસમુખા અને રોયલ સ્વભાવના હતા. ગરીબો માટે તેમને અપાર લાગણી હતી. આવા એક સજ્જન ડૉ.ની મોટી ખોટ સૌને પડી છે. પ્રભુ તેમના આત્માને શાંતી આપે.