પ. પૂ.બાબુભાઈ એક એવું ઉદાત્ત વ્યક્તિત્વ જે કયારેય વિસરીના શકાય… એમનો હસમુખો ચહેરો આજે પણ નજર આગળથી સહેજ પણ ખસતો નથી. મારા બાળપણથી માંડીને અત્યારસુધીમાં મારા જીવનના પ્રેરણાબળ શ્રી બાબુભાઈ જ હતા. મારી જીવન યાત્રા સુકાની બની હંમેશા મને સાચા રસ્તે અને પ્રગતિના પંથે લઈ જનાર બાબુભાઈને હું કેમ ભુલી શકું! ખૂબ વિશાળ હ્રદય ઉદારતા તો માપી ના શકાય એવી, દરેકને મદદ કરવાની તેમની અંતરની ભાવના જોઈને મારુ મસ્તક તેમના ચરણોમાં નમી પડતું.
એમને બાળપણથી અમે તેમની સાથે ઘનિષ્ઠ સંપર્કમાં હતા. હજુ પણ યાદ આવે છે કે વેકેશનમાં જ્યારે આવતા ત્યારે અમને કમાટીબાગ વિ. સ્થળોએ ગાડીમાં ફરવા લઈ જતા વળી દિવાળીમાં દરૂખાનું વિગેરે લઈ અચૂક હાજર થઈ જતા.
ઘરની દરેક પરિસ્થઇતીમાં સાથ સહકાર આપી હંમેશા પડખે રહેતા. મારા પિતાશ્રીને ગેંગરીન થયું હતું. ત્યારે અમને ખૂબ હિંમત આપી અમારી સાથે રહ્યા. વળી તેમની કાબેલીયતથી પિતાશ્રીનું ઓપરેશન સહજ માં થઈ ગયું. અને અમને લાગ્યું કે બાબુભાઈના આશિર્વાદથી સૂળીનો ઘા સોયે સર્યો છે.
હું એન્જિનીયરીંગમાં પાસ થયો તો મને સુંદર ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યો, તેમજ ત્યારબાદ અમદાવાદ તેમના ઘરે રાખી મને ખૂબ મદદરૂપ થયા હતા. પછી તો અમે અમદાવાદમાં જ રહેતા થયા. અમેરી અવરજવર તો ચાલું જ હતી. બાળકોને લઈને પ્રસંગોપાત તેમના ઘરે પહોંચી જતા. ત્યારે આપ હરખાઈ જતા, પ્રેમથી આવકારતા. આમ અમારી જીંદગીમાં તેમનો અમુલ્ય ફાળો છે. કેમ વિસરાય! આવા પ. પૂ. બાબૂભાઈ આજે આપણા વચ્ચે પ્રત્યક્ષ રીતે હાજર નથી છતા એમનો પરગજુ, ઉદાર, સહનશીલ સ્વભાવ અને હસમુખ ચહેરો આજે પણ અમારા પ્રેરકભળ બની રહ્યા છે. એમના રસ્તે ચાલવાની પ્રભુ અમને શક્તિ આપે એજ પ્રાર્થના….