આપણી વાત મુજબ લખાણ મોકલું છું. મેં જોવા જાણવા સમજવા મારી જાતને સવાલ પૂછી ચકાસીને જોવા એવા બાબૂભાઈને આલેખ્યા.
તું ભાભી વિ આગળ હશો.
બહું લાંબો વખત મારા અક્ષરે લખવું મુશ્કેલ બનતું જાય છે
પૂ. બાબૂભાઈ (ડો. જયંતહરિભક્તિ)
સંપૂર્ણ સ્વજન, સ્નેહાળ વડીલ, અત્યંત પ્રખ્યાત અને વ્યસ્ત ડોક્ટર હોવા છતા ખુબ સરળ અને નિરઅભીમાની વ્યક્તિત્વ વાળા વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભીમાનના આણે રે એવા વૈષ્ણવ જનનો સાક્ષાત્કાર બાબુભાઈમાં અમારી અનેક મુશ્કેલીઓના વખતમાં અમે કર્યો છે.
જ્યારે પણ અમદાવાદ ગયા છીએ ત્યારે ઊષ્માભર્યા અંતરનો આવકાર એમની પાસે પામ્યા છીએ અને કોઈ દિવસ પટેલનો આઈસ્કિમ અને શક્ય હોય ત્યાં સુધી વિશાલામાં જમ્યા વગર આવ્યા નથી એમ ચોક્કસ છયું છે કે એક દિવસ વધુ રહીને પણ બાબુભાઈ જોડે વાતો કરીએ. એમના સાનીંધ્યમાં આનંદ અને હળવાશ હંમેશા અનુભવ્યા છે. એ હંમેશા પરમ સુખદ લાગ્યા છે. આટલા વર્ષોમાં કોઈ દેવસ તેમના જ્ઞાનનો વૈભવનો કોઈ ગર્વ કરતા તેમને જોયા નથી.
જીવનમાં બે પ્રસંગે તેમના ડોક્ટર તરિકેની વ્યક્તિ તરિકેના અનુંભવ ખુબ નીકટથી કર્યા છે. એક સલીલના બાબા ગૌરવને લઈને એક એવું નિદાન આવ્યું કે ગૌરવને લ્યુકેમીયા કદાચ છે. આખુ ઘર સ્તબ્ધ બધાની ઊંઘ હરામ થઈ ગઈ. પૂજ્ય બાબૂભાઈને ફોન કર્યો એમણે કોઈ પણ ટ્રીટમેન્ટ કરવાની ના કહી એ જાતે આવ્યા. ડૉ. સુનીલ પરીખ પાસે ટેસ્ટ કરાવ્યા નેગેટીવ આવ્યા તો પણ બોર્નમેરોનું નાનકડું આપરેશન કરાવ્યુ. સંપૂર્ણ ખાતરી પછી ગયા સલીલાને તો લ્યુકોમેનીયાની ખબર જ નતી આટલે વર્ષે મેં વાત કરી. પૂ. બાબૂભાઈ તો જાણે તે વાત ભુલી જ ગયા હતા
બાનો પ્રસંગ જીવનમાં ભાગ્યે જ બને ત્યારે શું થશે એની ખબરના હોય મોટાભાઈના અકસ્માતનો એટલો ગમખ્વાર પ્રસંગ પણ પૂ. બાબૂભાઈના વ્યક્તિત્વના બધા જ પાસાનું દર્શન કરાવી ગયો. સ્વસ્થતા, દૂરંદેશી અને વાત્સલ્ય વડીલ તરીકેની કાળજી દેખાડો કર્યા વિના કામ કરવું. મેઘાવી ડોક્ટર, સ્પષ્ટ નિદાન, ચિકિત્સા અને આગમ કાર્ય એવા પરમ વૈષ્ણવ.
સૌ પ્રથમ તો જીંદગીમાં આગલા વીસ વરસથી દાટી દીધેલી તોયે ગાડી ચલાવીને વડોદરા પહોંચ્યા (મારા પહેલા) એ ભયંકર એક્સીડન્ટ, જેમાં પૂજ્ય મોટાભાઈ દસ બાટલા લોહી આપવું પડ્યું અને એકલી જીભ પર જ 28 ટાંકા આવ્યા. એવે વખતે વડોદરામાં સાત દિવસ રહેવું પડ્યું તો પણ ઓપરેશન ના કરવા દીધું. જ્યા સામાન્યતઃ ઈમરજન્સી ઓપરેશન માટે ડો. ધોળકીયા જોડે વાતચીત કરી અને મુંબઈ વ્યવસ્થા કરી મારે પણ ખ્યાલ હતો કે વડોદરા કદાચ કરવું પડે તો બીનાકીન ક્યાં દોડા દોડી કરશે. વડોદરા લોકલમાં મોટાભાઈ, મમ્મી, રાજૂલા બધા જોડે બેસીને મુંબઈ આવ્યા ડબ્બામાં બરફની લાદી જેથી બધાજ દર્દીઓને સગવડ પડે ટીકીટ માટે પણ સી. એલ બી શાહને મળીને એમણે વ્યવસ્થા કરાવી હતી.
મુંબઈ તો 20થી 25 દિવસ રહીને આવજ કરીને દરેક ઓપરેશન વખતે જાતે હાજર રહ્યા એમને ગંભીર બનવા દીધા વગર વાતાવરણ હળવું રાખ્યું નજર રાખતા રહ્યા. પૂ મોટાભાઈને તો બાબૂભાઈ વગર ચાલતું જ નહોતું નાનું પણ સૂચન મંજૂરી તો બાબૂભાઈની જ. ક્ષુલ્લક બાબતોનો પણ બાબૂભાઈએ હસતા હસતા જવાબ આપ્યો છે કંટાળો નથી બતાવ્યો. ત્રણ મહિના પૂજ્ય મોટાભાઈ હોસ્પીટલમાં રહ્યા એમાથી 25થી 30 દિવ બાબૂભાઈ ત્યા હતા એમની પ્રેક્ટીસ ને શું થયું હશે. જેવા મુંબઈમાં ડૉ.ધોળકીયા અત્યંત વ્યસ્ત છે એવા જ બાબૂભાઈ અમદાવાદમાં હતા. જેટલો ખર્ચ મેં સારવારમાં કર્યો હશે, એટલું જ બાબૂભાઈને એમની પ્રેક્ટીસમાં નુકશાન તે વખતે ગયું હશે. એનો મેં ઉલ્લેખ પણ મારી જીંદગીમાં સાભંળ્યો નથી. બાબૂભાઈના દર્દીઓને પણ મામાના અકસ્માતની ખબર હશે. એવી એમની ગેરહાજરી અમદાવાદમાં હતી. ઘેર આવ્યા પછી દર 15 દિવસે પછી ત્રણ અઠવાડીયે, પછી દર મહિના બાબૂભાઈ આવે બે દિવસ રહે, સલાહ સૂચન આપે ઘરનાને ધીરજ, એક વર્ષ સુધી તો મોટાભાઈ શું કરશે? કેમ ચાલશે, કેટલું હરીફરી શકશે, આ બધું આપે તો શું મોદી કે ધોળકીયા જેવા ડૉક્ટરો પણ વિશ્વાસ પૂર્વક જે નહોતા કહી શકતા, અમારા જીવનનો સૌથી અનિશઅશ્ચીત અને કપરો સમય તે હતો. અને સૌથી વિશેષ ધીરજ બંધાવી હોય તો બાબૂભાઈએ. આ એક એવો પ્રસંગ હતો કે બાબૂભાઈના જીવનના ઘણા પાસાનો અમને સુખઃદ અનુભવ થયો છે. ઘરે કોઈ દિવસ તે કશુંક લીધા વગર આવ્યા જ નથી. મેં કોઈ દિવસ તેમને ટીકીટ માટે પૂછ્યું નથી. પૂછતા અમને શરમ આવી છે એવું વર્તન એમણે રાખ્યું છે.
આજીવન એમના વગરનું અમદાવાદનું ઘર અને અમદાવાદ સૂના જરૂર લાગવાના. પટેલનો આઈસ્ક્રિમ અને વિશાલાનું જમણ એમના વગર અધુરા લાગવાના.
જો અમારો ને એમનો પુનર્જન્મ થાય તો અમને આવા બાબૂભાઈનું ફરીથી સાનીંધ્ય મળે જોવા સદભાગ્યની ઈશ્વરને પ્રાર્થના. જેની મૈત્રી અને સંબંધ માટે ગૌરવ થાય, એષણા રહે અને એવા સંબંધથી અમારી જાતને વિશેષ ભાગ્યશાળી માનીએ તેવી વ્યક્તિ હતા.