વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના માડોધર ગામના રહીશ વિસાલાડ વાણિયા નામે લક્ષ્મીદાસ શેઠ તેમનાં દિકરા હરિભાઈ અને ભક્તિભાઈ વડોદરામાં રહેતા હતા અને વ્યાજ વટાઉનો ધંધો કરતા હતા. લક્ષ્મીદાસ શેઠનું મૃત્યું થતા હરિભાઈ અને ભક્તિભાઈ ઉપર વ્યાપારને બીજો આવી પડ્યો. આ બન્ને ભાઈઓ ખૂબ સાહસિક હોવાના કારણે ધંધાના વિકાસ અર્થે પેશ્વાનો ઉદય થઈ રહ્યો હતો એવા પુનાના સ્થળે સ્થાળાંતર કરી ગયા. અને ત્યાં હરિભક્તિ નામની પેઢીની સ્થાપના કરી અને રાત દિવસ મેહનતના કારણે પેશ્વા રાજ્યના અગ્રણ્ય શાહુકાર તરીકે પ્રતિષ્ઠા જમાવી અને તેઓની જાણીતામાં ગણના થવા લાગી અને તેથી ધંધાના અર્થે સહકારના દિવાન ફડણવીસ સાથે પણ ગાઢ પરિચયમાં આવ્યા.
આ સમયે પેશ્વા નાણાભીડમાં હતા નાના ફડણવીસે આ બન્ને ભાઈઓનો પરિચય પેશ્વા સાથે કરાવ્યો. પેશ્વાએ બન્ને ભાઈઓને પોતાની સરકારના પારેખ તરીકે નીમ્યા એટલે હરવખતે જોઈતા નાણાંની સગવડ આવ્યે ભાઈઓ કરી આપતા આ બન્ને ભાઈઓની સેવાઓની કદર કરી બન્ને ભાઈઓને ચિરંજીવ ઈલ્કાબ આપ્યો. ઈ. સ. 1799ની સાલમાં પેશ્વા સરકારે, બ્રીટીશ સરકાર નિઝામ અને ટીપું સુલતાન સાથે યુદ્ધ કરવાની ગોઠવણ કરી હચી ત્યારે આ બન્નેભાઈઓને રાજ્ય સંકટમાં જોડાવા ફરમાન કાઢેલ તેઓ બન્ને યુદ્ધમાં જોડાયા અને સારી કામગીરી અને કૌશલ્ય બતાવ્યું, યુદ્ધ પુરૂ થયે બન્ને ભાઈઓનું મરાઠા સરકારે બહુમાન કર્યું.
વડોદરાની ગાયકવાડ સરકારે પણ હરિભક્તિ પેઢીને તેમના પારેખની અને બહુમાન આપ્યું અને નગરશેઠ બનાવી રાજરત્નો ઈલકાબ આપેલો.
ટીપુ સુલતાન સાથેની લડાઈ પછી તુરંત જ વડોદરામાં માંડવી નજીક આવેલ ઘડિયાળી પોળની તેમની હવેલીમાં હરિભક્તિ ઉતરેલા. તેમના રહેવાસ દરમિયાન સ્વપ્ન આવેલું જેમાં મહાદેવે સંકેત આપેલો કે વડોદરાની પશ્ચિમ દિશામાં માંડવીથી આશરે છ માઈલ ભાયલી જવાના રસ્તે દક્ષિણે એક તળાવ આવેલું છે. જેની બાજુમાં લીંગ સ્વરૂપે મહાદેવે કહ્યું મને હું દટાયેલો છું, બહાર કાઢી સ્થાપીત કરી મંદીર બનાવ્યું. રણ ભૂમિમાંથી આવી શિવજીના મંદિરનું નિર્માણ થયું તેથી ભગવાનને રણેશ્વર કહી સ્થાપીત કર્યા સમય જતા રણેશ્વરનું અપભ્રંશ રણેશ્વર થયું.
હરિભાઈ- ભક્તિભાઈ- ‘હરિભક્તિ’ એ આવા બીજા શિવાલયો પણ સ્થાપીત કર્યા છે. રણેશઅવર મહાદેવના દર્શનો લાભ હજારો ભક્તો લઈ રહ્યા છે તે પણ આનંદની વાત છે.
આ થઈ હરિભાઈ અને ભક્તિભાઈની અર્થવ્યવસ્થાની વાતો. તેમની સાથે એકવાત કહીશ કે વડેદરામાં અમારી હવેલીમાં પગથીયા ઢાળમાં બનાવવામાં આવ્યા છે. આજદિન સુધી એજ પગથિયાનો ઉપયોગ થાય છે. આવા પગથિયા કરવાનું કારણ એ હતું કે તે જમાનામાં રોકડ નાણાંનું ચલણ હતું અને કોથળા ભરીને નાણાની લેવડદેવડ થતી અને તેને ખેંચીને લઈ જવાનું વધારે અનુકુળ પડે માટે આ ખાસ પગથિયા ઢળતા બનાવવામાં આવેલા.
સાથે સાથે એક વાત પણ કરવી છે કે મરાઠા- અંગ્રેજો વિ. વચ્ચે યુદ્ધ થયું ત્યારે ફડણવીસે ખૂબ જ બહાદૂરી બતાવેલી પણ તેઓ પડ્યા અને અંગ્રેજોએ તેમનુ શબ પરત આપવાની ના પાડી. અને અમૂક રકમની માંગણી કરી હતી. ત્યારે ત્યાંના આગેવાન કાર્યકર્તાએ સૂચન કર્યું કે જાવ વડોદરાના હરિભક્તિ શેઠને સંદેશો પહોંચાડો. સંદેશો મળતા જ શેઠના મુનિમ શ્રી દુલ્લભદાસ આવ્યા અમે અંગ્રેજોના સરદારને મળ્યા અને તેમની શરત મંજૂર રાખવાની સંમતિ બતાવી. હરિભક્તિ શેઠના મુનિમની આટલી હાલ વાગતી હોય તો ત્યાં શેઠને આવવાની પણ જરૂર ના પડી ગાયકવાડ સરકારે પણ હરિભક્તિની પેઢીને તેમના પારેખ નીમી બહુંમાન કર્યું અને ઈનામમાં બેથી ત્રણ ગા આપ્યા. હરિભક્તિ કુટુંબ સાથે વડોદરા નગરમાં દાણી હિમવંદના જોડાયેલી છે. તેમાંની એક રસપ્રદ હિમવંદનાની વાત આપને જણાવીશ.
એક વખત એવું બન્યું કે વડોદરામાં હરિભક્તિ શેઠ સ્નાન કરવા બેઠેલા ત્યાં ઘણા વેપારીઓ ઘણી જાતની ભારે ભારે સુંદર વસ્તુઓનું વેચાણ અર્થે ફરતા ત્યારે એક વેપારી- અત્તરનના વહેપારી આખા શહેરમાં ફર્યા પણ તેમનું અત્તર (ઘણું મોંઘું હોઈ) ખાપ્યું નહી અને અંતે નિરાશ થઈને પાછા ફરતા હતા તેવામાં તેઓએ વેપારીએ તપાસ કરી કે અહીં કોઈ એવું નથી કે અમારા જાતજાતના મહામૂલા અત્તરની કદર કરી શકે, ખરીદી કરી શકે એટલામાં તેમને કોઈ શહેરીજનને પૂછતાછ કરતા ખબર પડી કે અહિં હરિભક્તિ શેઠ રહે છે અને તેઓ કોઈને નિરાશ કરતા નથી. શેઠે વેપારીને ઘરમાં બોલાવીને કેટલું અત્તર વેચવું છે તેમ પૂછ્યું તેણે તો બધું જ વેચવાની ઈચ્છા કરી. હરિભક્તિશેઠે તેમની ન્હાવાની ત્રાંબાકુંડીમાં અત્તર પાથરવાનું કહ્યું. વેપારીએ પણ બધો જ સ્ટોક ખાલી કર્યો. ખૂબ પૈસા કમાયો અને હરિભક્તિના ઘરની ગટરોમાં તથી રસ્તા ઉપર ક્યાંય સુધી અત્તરની સુવાસની સુગંધ ફોરમતી રહી. આવા હતા હરિભક્તિ શેઠ.
હરિભક્તિની કુટુંબની કેટલીયે હિમવદંતીઓ સમાજમાં જાણીતી થઈ. અને તેઓએ છુટ્ટે હાથ દાન કરવામાં પાછી પાની નહોતી કરી.
હરિભક્તિ કુટુંબમાં ઘણી પેઢીઓ સુધી ચઢતી-પડતીના ચકરાવા પણ રહ્યા અને સન- 1920છી બધુ વ્યવસ્થીત થતું હોય તેમ લાગવા માંડ્યું. કુટુંબના વડવા શ્રી. ડાહ્યાભાઈ શેઠને ત્યાં ભગવાનદાસ ભાઈનો જનમ થયો. તે પહેલા પણ અમારા દાદા પરદાદા તથા તેમના સંતાનોએ ખૂબ સારી રીતે કુટુંબને ઊભુ રાખ્યું. ભગવાનદાસભાઈ મોટા થયા પછી તેઓની સૂઝબૂઝથી ખૂબ સારુ એ જમાનામાં ભણ્યા અને વકીલ થયા અને ત્યારબાદ ન્ચાયાધીશ પણ થયા અને તેઓને ખૂબ માન મળતુમ, તેમના લગ્ન પછી તેમને ત્યાં પુત્ર જન્મ થયો અને એં પુત્ર તેમના નાના જયંતભાઈ સૌના લાડલા હતા. ભણવામાં તેજસ્વી, ખૂબ સુંદર દેખાવ, કુશાગ્રબુદ્ધામતા, સાદાઈ અને સાથે સુંદર વિચારોનો સુમેળ તેમને ખૂબ જ વિકાસના પંથે દોરી ગયો તેઓએ હિદુસ્તાનમાં ડોક્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી અને ત્યારબાદ લંડન જઈ. એફ.આર.સી.એસનીની ડીગ્રી મેળવીને પરત ફર્યા. અમદાવાદમાં સ્થાઈ થઈને તેમણે તેમની કર્મભૂમી તરીકે પસંદગી કરી અને ખૂબ જ નામના મેળવી. તેમના બધા ભાઈ બહેનો, છોકરાઓ પણ ખૂબ જ 1લી હરોળના સ્કોલર્સ થયા. ડોક્ટરો. વડિલો, ઓડીટરો, બીઝનેસમેન વિ. ને ગ્રેલર હરિભક્તિએ સમાજને આપ્યા છે. તેનું એમને ગૌરવ છે. ડૉ. જયંતભાઈએ પોતાના ડોક્ટરના વ્યવસાયની સાથે સાથે સેવાનો પણ ભેખ લીધેલો તેઓનો જીવનમંત્ર “Simple living and High Thinking”અને “વૈષ્ણવજનતો” પદની દરેક લીટી તેમનું જીવન તું પોતાના અંતિમ શ્વાસ સુધી તેઓ કાર્યરત અને સેવામય હતા. આવા શ્રી ડૉ. જયંતભાઈ હરિભક્તિને તેમના જન્મ પછીનાં 100માં વર્ષે કોટિ કોટિ પ્રણામ અને તેમનું પ્રેરણાદાયક જીવન સૌને માટે પથદર્શક બની રહેશે. દૂરીથી આપ સૌ વતી આવી વિભૂતિને લાખ લાખ પ્રણામ.