ડૉ. જયંત હરિભક્તિ
પિતા- વડોદરાના હરિભક્તિ કુટુંબના શ્રી ભગવાનદાસ ડાહ્યા ભાઈ હરિભક્તિ.
માતા- તરાલક્ષ્મી ભગવાનદાસ હરિભક્તિ
તેમનો જન્મ અધિક શ્રાવણ માસની પૂનમને દિવસે સવારે 4 વાગે થયો હતો (તા. 30/07/1920) નાના હતા એટલે જન્મથી જ તેમનું વ્યક્તિત્વ એવું હતું કે તેમને જોઈને સૌને આનંદ મળતો અને ખુશ થતા.
પાંચ વર્ષેના થયા ત્યારે વડોદરાની નિશાળમાં મૂક્યા તેમને પિતાશ્રી ભગવાનદાસ ન્યાયાધીશ હોવાથી તેમની બદલીએ જતી હતીએટલે ગુજરાતની 4.5 (અંગ્રેજી .2) કલોલ કરી હતી દરેક પરિક્ષામાં પહેલા નંબરે આવતા હતા. ત્યારબાદ વિજાપૂર બદલી થઈ. એટલે અંગ્રેજી બીજી ની પરિ વિજાપૂરમાં આવીને સીધા જ અંગ્રેજી (ત્રીજી કુદાવીને) અંતે ચોથા ધોરણમાં મૂક્યા હતા, અને અમે અંગ્રેજી-4 ધોરણમાં પણ પ્રથમ નંબરે આવ્યા.
તેમની ઉંમર આશરે ચાર વર્ષની હતી અને હિંડોડાની દરમ્યાન પહેલે માળેથી પડી ગયા હતા સત્તા પ્રભુ કૃપાથી કંઈ વાગ્યું ન હતું.
તેમને નાનપણથી જ કુટુંબની જવાબદારીનો ખ્યાલ હતો જ્યારે તેમના નાના ભાઈશ્રી વિષ્ણુભાઈને મુંબઈ મોકલ્યા હતા ત્યારે તેમના માતા-પિતાએ કહ્યું હતું કે વિષ્ણુંભાઈ મારા ભાઈ છે હું સાચવીને લઈ જાવું તે જવાબદારી મારી છે. તમો કોઈએ ચિંતા કરવી નહીં.
તેમને ડૉ બનવાની નાનપણથી જ તીવ્ર ઈચ્છા હતી, કારણ કે માં કોઈ પણ વડીલ બિમાર થાય ત્યારે ડૉની સૌ પ્રતિક્ષા કરતા. એમના માનાવું તેમને ઘણી વખત રામની સાથે ખૂબ કરતા.
હંમેશા જન્મદિવસ બળેવના દિવસે ઉજવવામાં આવતો (હુલામણું નામ બાબુભાઈ)
-2-
ડૉ. જયંત હરિભક્તિ
1933માં વિજાપૂરથી વધારે અભ્યાસ માટે વડોદરા આવ્યા.
1933-34-35 સયાજી હાઈસ્કૂલમાં ધોરણ 9, 10 (અગ્રેજી 5-6)
1935- મેટ્રીક માટે મેમોરીયલ હાઈસ્કૂલ
1936- મેટ્રીક પાસ
1936-38. આર્ટસ સાયન્સ કોલેજ વડોદરા
ઈન્ટર સાયન્સ અને 1938
વડોદરાના વિદ્યાર્થીઓને મુંબઈની મેડીકલ કોલેજમાં એડમીશન આપતા નહતા તેથી તેઓએ લો અભ્યાસ શરૂ કર્યો તે દરમ્યાન તેના પિતાશ્રી ભગવાનદાસે ખૂબ પ્રયત્ન કરી (વી.ટી કીષ્મચારીને મળીને) બરોડા સ્ટેટ માટેની પ્રળ બદલાવીને મંજૂરી મેળવીને મુંબઈમાં એડમીશન આપ્યું.
લગ્નની તા. 25/05/1940 વડોદરમાં લલ્લુભાઈ ધીરધરલ પરીખની સુપુત્રી ચંદ્રાબેન જોડે ધોળીવાડાની ખડકી જગમાં પોળમાં થયા.
1942ની સ્વતંત્ર્યની લડતમાં મુંબઈમાં ભાગ લીધો હતો તેથી એકદમ પરિક્ષા આપી શક્યા નહતા. પરિક્ષકને એવું લાગ્યું કે ડૉ.જયંતભાઈ ભણવામાં હોશીયર નહીં હોય પરતું 6 મહિના પછી પરિક્ષા આપીને એટલા ઉત્તર માર્ક મેળવીને પરિક્ષકોને આશ્ચર્યચકિત કર્યા હતા.
તે જમાનામાં MBBSની પરિક્ષામાં પરિણામ એટલા કડક આવતા હતા કે તેમનો નંબર 52 મળતો હતો અને જ્યારે પરિણામ આવ્યું. ત્યારે પહેલા પાસ વિદ્યાર્થીનો નંબર 52 હતો. MBBS ખૂબ સરળતા પૂર્વક પાસ કર્યું હતું.
એ અરસામાં વલ્ડવોર-2 ચાલતી હતી એટલે તેમણે મુંબઈમાં પ્રાર્થના સમાજ વિસ્તારમાં પ્રેક્ટીસ ચાલું કરી હતી. લગભગ1945 માં વલ્ડવોર-2 સમાપ્ત થયું હતું એટલે તે 1946માં F.R.C.S ના અભ્યાસ અર્થે લંડન ઈંગ્લેન્ડ ગયા તે દરમ્યાન સ્ટીંબર ઉપર ડૉ. નગીનદાસ શાહ તેમની મુલાકાત થઈ હતી.
ફક્ત બે વર્ષના ટૂંકા ગાળામાં એકદમ મુશ્કેલ F.R.C.S ડીગ્રી લંડનમાં મેળવીને 1948માં ભારત આવ્યા.
(F.R.C.Sની પરિક્ષા દરમ્યાન તેમને પૂછવામાં આવ્યું દર્દીને કયાં સંજોગોમાં સૂર્યના તબક્કામાં રાખવામાં આવે તો ફાયદો થાય ત્યારે તેમને પરિક્ષકને જણાવ્યું કે ભારતો દર્દીઓને સૂર્યના તબક્કાથી દૂર રાખી રક્ષણ આપવું પડે નહીં તો નુકશાન થાય (આવા જવાબોથી ત્યાંના પરિક્ષકો ખૂબ ખુશ અને ચકિત થઈ ગયા)
1948માં વડોગરામાં આવ્યા તે દરમ્યાન તેમને અમદાવાદની વી.એસ હોસ્પીટલમાં એનરરી સર્જન તરીકે નિમણુંક કર્યા હતા.
અમદાવાદ આવીને તેમણે પોલીક્લિનીક માટેની જ 1948-49માં લાલદરવાજા પારેખ્સના પહેલામાળે ભાડે લીધી હતી.
એપ્રીલ 1949માં પોલી ક્લિનીકનું ઉદઘાટન થયું હતું. પોલીક્લિનીકમાં તેમની સાથે ડૉ. નગીનદાસ (સર્જન) ડૉ. રમણભાઈ પટેલ (O.G.) તથી અન્ય બી ડોક્ટરોમાં ડૉ. સોમાભાઈ પટેલ (પી.જી) ડૉ. અને ડૉ. પણ હતા. પોલીક્લિનિકમાં ઓગસ્ટ-1949થી ઈન્દ નર્સ અને ડૉ. દાસભાઈ કામેદ 1950ની સેવાથી આપી હતી.
તેમની શરૂઆતથી પ્રેક્ટીસમાં તેઓએ દરેક જાતના ઓપરેશન કરતા હતા. તે તેમણે 1960 સુધી કર્યા હતા.
તેમને એટલું બધું કામ કર્યું હતું (ઓપરેશનનું) કે તેમને વખત જમવાનું પણ 3 વાગ્યા પછી પાછા આવવા ખાલી ચા બીસ્કીટથી ચલાવે. સાંજે 4 થી 8 કન્સલટન્ટ અવર્સ રાખ્યા હતા પણ ઘરની વખત 9 થી 10 વાગ્યા સુધીમાં તે જમાનામાં 5 થી 6 ઓપરેશન થઈ જતા હતા.અને 35 બેડની વ્યવસ્થા હતી તો પણ ખૂટી જાય એટલે બીજી ભાડે મંગાવતા હતા.
રવિવારે પણ સવારે રાઉન્ડ મારવા જાય અને ઈમ ઓપરેશન પણ કરે.
દર્દીઓમાં તેમની એટલી બધી શ્રદ્ધા વધી હતી કે તેમનું તેમની સાથે વાત કરવાથી, તેમનું અડધું દર્દ દૂર થઈ જતું અને ઓપરેશન કરાવવું હું, ડૉ. હરિભક્તિ પાસેથી જ કરાવું. દર્દીઓ અને સગાઓ આગ્રહ રાખતા હતા.
પોલીક્લિનીકમાં દર્દી અને સગાઓની ભીડ રહેતી કે વધારાની બેડ X-RAY રૂમમાં તથા અનેય ડોક્ટરના કન્સલન્ટીંગરૂમમાં રાખવા પડતા હતા ને દર્દીઓના સગા અને મીત્રોની અગાસી પણ ખીચો ખીચ ભરાઈ જતી હતી.
. ડૉ.જયંત હરિભકતિ
સમય સૂચકતા અને વિલ પાવર
1958માં હ્રદયરોનો હુમલો થયેલો
1958ના મે મહિનામાં સખત કામથી રાહત મળે તે તથા હવા ફેર મળે તે માટે તેઓ તેમના ફેમીલી સાથે મહાબળેશ્વર ગયા હતા. મહાબળેશ્વરમાં ચાલીને કોઈ પોઈન્ટ પર ગયા હતા તો ત્યાં શાંતિમાં ગભરામણ થઈ અને તેમને આવી ગયા કે તેમને હાર્ટએટેક જેવું છે પોઈન્ટપર જ આડા પડીને આરામ કર્યો તે અને તેમના પુત્ર ચાલીને હોટલ પર આવ્યા.
સંજોગોવશાત તેમના મીત્ર ડૉ. કુસુમદર પણ ત્યાં હતા એટલે તે પણ હોટલ પર આવી ગયા અને તેમની સારવાર ચાલું કરી મુંબઈ પણ તેમા ભાઈ શ્રી વિષ્ણુભાઈને જણાવ્યું તો એ પણ કોઈને લઈને કારમાં મહાવળેશ્વર બીજે દિવસે સવારે જ આવી ગયા.
તે પછી નક્કી કર્યું કે યોગ્ય સારવાર માટે મુંબઈ તરત જ કારમાં લઈ જઈએ તો મુંબઈ જતાં પણ તેમની બરાબર તબીયત ન હતી અને પૂના સ્ટેશન તેમણે જાતે જ સમય સુચકતા વાપરી જણાવ્યું કે મને તાત્કાલીક પૂનામાં કોઈ હોસ્પીટલમાં દાખલ કરી દો. મુંબઈ જવામાં જોખમ છે એટલે પૂનામાં નર્સીંગ હોસ્પીટલમાં દાખલ થઈ ઈમર્જન્સી સારવાર કરાવી દીધી, તેમના માતા પીતા પમ વડોદરાથી પૂના આવી ગયા. પૂનામાં રહેતા ગુજરાતી (શ્રી પંડ્યા) પણ ખૂબ જ રહેવાની તથા અન્ય સગવડ કરી આપી હતી.
ત્યારબાદ તબિયત સુધારાપર આવી ગઈ. એટલે અમારામાં ગુજરાત કોલેજ પાસે ગ્રાઉન્ડ ફ્લોરનું મકાન ભાડે રાખીને ત્યાં રહેવા ગયા. પોતે વજન ઉતારી દવા કરી રુટીન ખૂબ જ મેન્ટેન રાખી અને પોતાના વિલ પાવર પહેલાની માફક કાર્યરત રહ્યા. તદઉપરાંત તે પછીના સમયમાં તેમણે નિષ્ણાત તબીબ ઉપરાંત અમદાવાદ મેડીકલ એસોસીએશન, મ્યુનીસીપલ કોર્પોરેશન, ગુજરાત યુનીવર્સીટીમાં મેમ્બર તરીકે રહ્યા હતા, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં તેમણે સ્ટેન્ટડીંગ કમીટીના ચેરમેન તરીકે સેવાએ આપી હતી અને ત્યાંના પણ પ્રમુખ તરીકે રહી સેવાઓ આપી હતી. તદઉપરાંત મીલના ડાયરેક્ટર તરીકે પણ નિમણુંક કરવામાં આવી હતી. આ રીતે જ તેમણે હર્દય રોગના જીવ હુમલામાંથી જીવનદાન મેળવ્યા પછી આટલા કાર્યરત રહી શક્યા તે એક ચમત્કાર જ કહેવાય.
ડૉ. જયંત હરિભકતિ
ખ્યાતી એક વખત જ્યારે તેમનું ફંમીલી શ્રીનાથજીથી અમદાવાદ બાય કાર આવતા હતા ત્યારે સીનપુરની પાસે સાંજ પડી ગઈ તે વખતે ડૉ. સાહેબ તેમની જોડે નહતા. તો રતનપુર પાસે તે મારો ત્યાં તપાસ કરી કે ત્યાં ખાવા પીવાની કોઈ સગવડ છે તો ત્યાં એક મુરબ્બી એ પુછ્યું આપ ક્યાં અને ક્યાંથી આવો છો. જ્યારે તેમને જણાવ્યું કે ડૉ. હરિભક્તિનું ફેમીલી છે તો એ લોકો એટલા બધા ગળગળા થઈ ગયા અને ડૉ. જયંત હરિભક્તિને યાદ કરીને આવકાર આપ્યો અને સગવડ કરી આપી અને લોકોએ પણ ખૂબ જ ખૂશીથી આગતા સાગતા કરી હતી.
આના ઉપરથી ખ્યાલ આવે છે કે તે જમાના માં ડૉ. જયંત હરિભક્તિ સાહેબની ખ્યાતી અને નામના ગુજરાતમાં ફેલાયેલી હતી.