ડૉ. જયંત હરિભક્તિનો જન્મ ઈ.સ. 3 જુલાઈ 1920 ના રોજ વડોદરામાં ઉમદા હરિભક્તિ કુટુંબમાં થયો હતો. અને 17મી જાન્યુઆરી 1989ના દિવસે અમદાવાદમાં તેમનો જીવન દિપ બુઝાઈ ગયો.
ડૉ. જયંત હરિભક્તિ બરોડા સ્ટેટના નગરશેઠ કુટુંબમાં જન્મ્યા હતા. ને નિષ્ઠાવાન ન્યાયાધીશ પિતાના પુત્ર તરીકે તેમને સંસ્કારોનો અમુલ્ય વારસો મળ્યો હતો. ઈન્ટર સાયન્સ સુધાનો અભ્યાસ તેમણે વડોદરામાં કર્યો હતો. અને ત્યાર પછીનો અભ્યાસ મુંબઈની ગ્રાંડ મેડીકલ કોલેજમાં કર્યો હતો. સને- 1942માં “એમ. બી. બી. એસ.” માં મુંબઈ યુનીવર્સીટીમાં તેઓ પ્રથમ નંબરે આવ્યા હતા. પછી તેઓ સર્જરીના વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા ત્યાં તેમણે સર્જરીની સર્વોત્તમ ડીગ્રી “એફ. આર. સી. એસ” ઉચ્ચકક્ષામાં પ્રાપ્ત કરી.
ઈગ્લેંથી પાછા ફર્યા બાદ સને- 1948માં તેઓ અદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પીટલાં ચીફ એનરરી સર્જન તરીકે જોડાયા ત્યાં સને-1955, સુધી સેવા આપી ઘણી જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. સને-1948માં અમદાવાદમાં પોલિક્લીનીકની સ્થાપના કરવામાં તેમણે અમુલ્ય ફાળો આપ્યો. અને એક જ મકાનમાં જુદી જુદી ફેકલ્ટીના ડોક્ટરોની સેવાઓ ઉપલબ્ધ થઈ. પોલીક્લિનીકમાં-30 વર્ષથી વધુ સમય તેમણે કામ કર્યું. દરમ્યાન ગુલબાઈ જનરલ હોસ્પીટલમાં પણઓનરરી સર્જન તરીકે જોડાયા અને સર્વોત્તમ દિવસો સુધી કાર્યરત રહ્યાં અને ત્યાં જ તેમણે છેલ્લો શ્વાસ લીધો.
ડૉ. હરિભક્તિ “બાબુભાઈના” હુલામણા નામથી જાણીતા હતા અને સર્જન તરીકે ઘણા જ લોકપ્રિય હતા. દૂર દૂરથી આવતા દર્દીઓતો તેમને ભગવાન તુલ્ય માનતા હતા.
ગુજરાતના અગ્રગણ્ય સર્જન હોવા ઉપરાંત તેમણે સમાજના અને શિક્ષણના તેમજ રાજકારણના ક્ષેત્રોમાં પણ તેમની સેવાનો અમુલ્ય ફાળો આપ્યો છે. અમદાવાદ મેડીકલ એસોસીએશનના પ્રમુખ તરીકે તેઓ રહ્યા હતા અને મેડીકલા વિદ્યાર્થીઓના લાભાર્થે તેમણે “હરિભક્તિ બુકબેન્ક”ની સ્થાપના કરી તેનો અનેક વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. “ડૉ. જીવરાજ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ” ના ચેરમેન તરીકે તેમણે ખુબ જ મહેનત ઉઠાવી તેને વિશાળ ભૂમિકા પૂરી પાડી. એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલના સલાહકાર સમિતિના સભ્ય તરીકે રહીને તેમણે તેના વિકાસમાં પણ સારામાં સારો રસ લીધો હતો.
સને-1942, ની સ્વતંત્ર્ય લડતમાં ભાગ લઈને થોડો સમય જેલવાસ પણ ભોગવ્યો હતો. અમદાવાદમાં મ્યુનીસિપલ કોર્પોરેશનમાં તેમણે કોરપોરેટર તરીકે પાંચ વરસ સેવાઓ આપી અને શહેરના અને શહેરના પ્રશ્નો હલ કરવામાં સક્રિય ફાળો આપ્યો હતો. ગુજરાત યુનીવર્સીટીની સ્થાપનાની શરૂઆતથી જ તેઓ તેમાં સારો રસ લેતા હતા. યુનિ. ની સેનેટના અને સીન્ડીકેટના સભ્ય તરીકે તેમણે સારૂ એવું પ્રદાન કર્યું છે. ગુજરાત એજ્યુ. સોસાયટીના પણ તેઓ સક્રિય કાર્યકર હતા.
તેમની જ્ઞાતીની સંસ્થાઓને પણ તેમના માર્ગદર્શન અને સહાયનો લાભ હંમેશા આપતા રહ્યા હતા. ઘણ વરસોથી તેઓ વીશાલાડ વણિકજ્ઞાતિ અમદાવાદના ટ્રસ્ટી રહ્યા હતા અને જ્ઞાતીની અખીલ ભારતીય સંસ્થામાં પણ સારી એવી સેવાઓ આપી હતી.
ડૉ. જયંત હરિભકિત સૌના લાડીલા ને માનીતા હતા. તેમના જવાથી અમદાવાદે અને ગુજરાતે એક અગ્રગણ્ય સર્જન સંનિષ્ઠ સામાજીક કાર્યકર અને દુરંદેશીવાળા શિક્ષણકાર ગુમાવ્યા છે.