સંસ્મરણો પૂજ્ય બબુભાઇના
નથી હું લેખક કે નથી હું સાહિત્યનો વિદ્યાર્થી,.એન્જિનિરીંગમાં ભણીને આખી જિંદગી ફેક્ટરીમાં જ પસાર કર્યા પછી બહુ સારી રીતે લખી શકવાની આશા રાખવી વધુ પડતી છે
તો પણ પૂજ્ય બાબુભાઇ માટે જો સંસ્મરણ લખવાના હોય તો ના કહેવાની ઈચ્છા નથી થતી,. એમને માટે ઘણું લખી શકાય એમ છે,.
જયારે જયારે હું મારા કામ માટે અમદાવાદ જતો હતો ત્યારે કોઈ પણ દિવસ મેં હોટલમાં રહેવાનો વિચાર જ નહોતો કર્યો, બેધડક પૂજ્ય બાબુભાઈને ત્યાં પ્રેમાળ આવકાર મળ્યો જ હતો. ફક્ત પૂ.બાબુભાઇ જ નહીં પણ પૂ.ચંદ્રાભાભી, પ્રકાશ, શોભા, કાનન બધાનો જ એટલો જ સ્નેહાળ આવકાર મળ્યો હતો. પ્રકાશના લગ્ન થયા પછી મુરલી ભાભીએ પણ એટલો જ પ્રેમાળ આવકાર આપ્યો છે. અનુજ અને રૂપલે પણ એ પરંપરા જાળવી રાખી છે. આ બધામાં નખશીખ બાબુભાઈના અત્યંત પ્રેમાળ અને ઉમદા સ્વભાવનો વારસો છે એમ હું માનુંછું,.મારી સાથે ઈલા, સલિલા,રાજુલ અને સ્મિતા, બધાને એમના અત્યંત પ્રેમાળ અને અંગત કાળજી લેવાના સ્વભાવનો અનુભવ થયો જ છે,
અમારા ઘરમાં કોઈ પણ વિશેષ માંદગી આવે ત્યારે, પૂ.બાબુભાઈને વાત ના કરી હોય એવું બન્યું નહીં હોય
પૂજ્ય મોટાભાઈને અને પૂ,બાબુભાઈ વચ્ચે મામા ભાણેજના સંબંધ કરતાં ઘણી વિશેષ મૈત્રી હતી.
મોટાભાઈના અકસ્માત વખતે બાબુભાઈએ જે કાળજી, મહેનત અને મુંબઈના ચક્કરો માર્યા છે તે બાબુભાઈના રૂપમાં ઈશ્વર જ મદદ કરતા હશે એમ હવે લાગેછે।
સૌ પ્રથમ તો અકસ્માતના સમાચાર મળતાં જ બાબુભાઇ જાતે ડ્રાઈવ કરીને દિલીપ સાથે વડોદરા પહોંચી ગયા. એમના હાર્ટ એટેક પછી પહેલી વાર જ એટલું લાબું ડ્રાઈવ જાતે કર્યું હશે, બીજે દિવસે હું વડોદરા પહોંચ્યો ત્યારે એ મોટાભાઈ પાસે જ હતા. મને રૂમની બહાર જ ચેતવણી આપી કે જોજે બેભાન ના થઇ આતો.(મોટાભાઈની ઇજા જ એટલી ગંભીર હતી.) અને હું ખરેખર બહાર આવીને બાંકડા પર સુઈ ગયો ત્યારે નર્સ પાસે કોફી મંગાવીને મને પીવડાવી, વડોદરામાં ઓપરેશનની ના કહી અને મોટાભાઈ, મમ્મી અને રાજુલને ટ્રેનમાં મુંબઈ આવ્યા, ટ્રેન એવી પસંદ કરી કે જેમાં સ્ટ્રચર જાય એવો ડબ્બો હોય. આખા રસ્તે ડબ્બામાં ઠંડક રાખવા માટે ત્રણ ચાર સ્ટેશને બરફની લાદી લઈને ડબ્બામાં મૂકી, વડોદરામાં ઓપરેશનની ના કરાવવાના કારણોમાં એકતો અમારો ધંધો મુંબઈ હતો, બીજું ડો, ધોળકીયા મુંબઈમાં હતા. જો મુંબઈમાં ઓપેરશન થાય તો મારે મુંબઈ વડોદરા વચ્ચે દોડાદોડી ના પડે, જોકે વડોદરા બાબુભાઈને વિશેષ અનુકૂળ હતું પણ અમારી સગવડ અને ધધાંકીય હિતોને એમની પોતાની સગવડ કરતાં વિશેષ મહત્વ આપ્યું।
મોટાભાઈના 3 થી 4 ઓપરેશનો થયા. એ બધા જ ઓપેરેશનોમાં બાબુભાઇ હાજર જ હતા, મેં કોઈ દિવસ તમે આવશો એવો સવાલ જ નહોતો કર્યો, બાબુભાઇ હશે જ એમ મણિ જ લીધેલું હતું। ડો.ધોળકિયા જોડે બઘી ચર્ચા બાબુભાઇ જ કરતા હતા અને તારીખો પણ એ જ નક્કી કરતા હતા. મોટાભાઇનો અકસ્માત 19મી મેં 1969એ થયો અને 15મી ઓગસ્ટે (લગભગ)ઘેર આવ્યા હતા. આ સમય દરમિયાન બાબુભાઇ 8થી 10 વખત મુંબઈ આવ્યા હશે અને ઓપરેશન વખતે તો સતત 3 થી 4 દિવસ રહ્યા પણ હશે. એમનું વર્તન એટલું સહજ હતું કે અમને કોઈને પણ એ અમારા પર એટલો બધો ઉપકાર કરે છે એવું સહેજ પણ લાગવા દીધું નહોતુ, મેં તો કોઈ દિવસ એમને ટિકિટનું પૂછયું જ નહોતું।(મારી હિમ્મત જ નહોતી ચાલતી જો કે મન તો ઘણું થતું હતું કે ટિકિટ હું લઈ લઉં)
મોટાભાઈને સારું થતા એક વર્ષ થયું હતું, એ એક વર્ષમાં બાબુભાઇ 15 થી 20 વાર કે તેથી પણ વધારે વાર મુંબઈ આવ્યા હશે, એક બે વાર તો મોટાભાઈના ડ્રેસિંગ વખતે હાજર હતા અને ડો.મોદી જોડે ચર્ચા કરી હતી. હું હાજર હતો, મોટાભાઈની ઇજાનો ખ્યાલ હવે પછીના વાક્યથી આવશ,
મોટાભાઈની ઈજાનો ખ્યાલ હવે પછીના વાક્ય પરથી આવશે ………….contd
“મામા ચાલી તો શકશે" (જો કે તે પછીથી તો મોટાભાઈ ઘણું દોડ્યા)
મોટાભાઈ અકસ્માત પછી જે વ્યવસ્થિત, વિશેષ સગવડવાળું અને વિશેષ ઉદ્યમી જીવન જીવ્યા તેનો મોટાભાગનો યશ બાબુભાઈને જાય, ડો,ધોળકિયા તેમની સર્જરીની કુશળતા માટે તો ભારતભરમાં વિખ્યાત હતા જ પણ એમના બાબુભાઇ સાથેના મૈત્રી સંબંધનો અમને ભરપૂર લાભ મળ્યો છે, મોટાભાઈ લગભગ વીઆઈપી જેવી સગવડો ધોળકિયાના દવાખાનામાં ભોગવતા હતા તે આ મૈત્રીને કારણેજ, ડો,શ્રીમતી ધોળકિયા પણ મોટાભાઈને મામા કહેતા અને એમની જોડે મજાક મશ્કરી પણ કરી લેતા,
બેન રાજુલને અકસ્માતમાં કાંડામાં એક ક્રેક પડી હતી. બાબુભાઇ રાજુલને જાતે લઇને ડો,જોશીપુરા પાસે ગયા, ડો.જોશીપુરા એમને જાણતા જ હતા એટલે રાજુલને પણ વિશેષ ધ્યાન અને સારવાર મળી, આ બતાવે છે કે બાબુભાઇ સામાન્ય સંજોગોમાં પણ સંબંધીઓની કેટલી અંગત કાળજી લેતા હતા એ પણ પણ ત્યારે, જયારે એ પોતે ખુબ વ્યસ્ત ડૉક્ટર હતા.
બીજો એક પ્રસંગ અમને બધાને હચમચાવી ગયો હતો, બેન સલિલાના દીકરા ગૌરવને લ્યૂકેમિયાનું નિદાન થયું, રાજુલ તે વખતે મેડીકલમાં ભણતી હતી. એ રિપોર્ટ લઈને સીધી સ્મિતા પાસે આવી અને બંને લગભગ ભાંગી પડ્યા, અમારા ઘરમાં કેન્સર જેવી ગંભીર બીમારીનો ખ્યાલ કે અનુભવ હતો જ નહીં, હંમેશ મુજબ બાબુભાઈને ફોન કર્યો। એમને તરત જ કહ્યું કે હું ના એવું ત્યાં સુધી કોઈ દવા ના આપતા, એ આવ્યા ત્યાં સુધીના ત્રણ ચાર દિવસ મેં લગભગ રાત્રે જાગીને કાઢ્યા હતા, સલીલાને તો કહેવાય એમ હતું જ નહીં ઘરમાં એના દેખતા બહુ ગંભીર પણ નહિ થવાનું, એ જો ભાંગી પડે તો એક નવી ઉપાધિ ચાલુ થાય. અશોક ભાઈને પણ જાણ નહોતી કરી, બાબુભાઇ આવ્યા અને તરત જ ડો.સુનિલ પરીખની લેબોરેટરીમાં લઈ ગયા. ડો,સુનિલભાઈ તે વખતના મુંબઈના શ્રેષ્ઠ હીમેટોલોજિસ્ટ હતા અને એમના પિતાજી બાબુભાઈના મિત્ર હતા, એથી સુનિલભાઈને ત્યાં પણ વીઆઈપી જેવી જ ટ્રીટમેન્ટ મળી. વળી સુનિલભાઈએ, બાબુભાઈને વડીલ જેવા ગણ્યા હશે એમ હું માનું છું. સુનિલભાઈને ત્યાં રિપોર્ટ નેગેટિવે આવ્યો, પછી કદાચ વિશેષ કરવાની સામાન્ય રીતે જરૂર ના કહેવાય, તો પણ બાબુભાઈએ આગ્રહ કરીને બોનમેરોનો ટેસ્ટ કરાવ્યો, એ કોઈ પણ શંકા રાખવા માંગતા જ નહોતા, બધું સહીસલામત પતી ગયું પછી જ અમદાવાદ ગયા, અમારી જિંદગીના એ ચાર છ દિવસ એકદમ તણાવપૂર્ણ હતા અને ત્યારે બાબુભાઈની હાજરી અમારે માટે શાંતિ અને ધીરજનો ખજાનો હતી,
એવી જ રીતે બેન ઈલાનું એપેન્ડિક્સનું ઓપેરશન પણ બાબુભાઈએ જ કર્યું, પોતાને ત્યાં રાખ્યા,
અમારે માટે એમનો અભિપ્રાય બ્રહ્મ વાક્ય જેવો હતો,
બાબુભાઇ જયારે જયારે મુંબઈ આવ્યા હશે ત્યારે ત્યારે મૉટે ભાગે તો વિશ્રાંતિ આવ્યા જ હશે. એમની હાજરી વિશ્રાંતીમાં એક નાના ઉત્સવ જેવી રહેતી, બાબુભાઇ જયારે આવે ત્યાર્રે અમદાવાદની પ્રખ્યાત બેકરી(કદાચ ઇટાલિયન) ના બિસ્કિટ તો લાવે જ. એ એક બે દિવસ નો ટેંશન, વાતો જે થાય એમાં મૉટે ભાગે મજાક અને હાસ્ય જ હોય.
હું જયારે જયારે અમદાવાદ ગયો છું ત્યારે રોજ રાત્રે જમીને એમના વરંડામાં બેસીને પટેલનો આઈસ્ક્રીમ ખાધો છે. જ્યારથી વિશાલા ખુલયું, ત્યાર પછી જયારે અમદાવાદ ગયો છું ત્યારે એક ડીનર વિશાલામાં લીધું છે. લગભગ બે થી ત્રણ વાર વિશાલામાં એમની જોડે ગયોછું।
આટલી વાત બાબુભાઇ માટે લખું છું ત્યારે મારે કહેવું છેકે અમારા કુટુંબનો એવોજ લાગણી સભર સંબંધ પૂજ્ય વિષ્ણુભાઈ, પૂજ્ય પ્રવીણ ભાઈ અને હરિભક્તિ કુટુંબના તમામ સભ્યો જોડે આજ દિન સુધી રહ્યો છે. એમને ત્યાંના દરેક પ્રસંગે અમને આગોતરૂં આમંત્રણ મળયું જ છે અને અમારે ત્યાં પ્રસંગે એમની હાજરી હોય જ, આ સંબંધો અમારો વિશેષાધિકાર રહ્યો છે. એ કુટુંબના તમામ સભ્યોએ અમને પ્રેમ અને આદર આપ્યા છે અને અમે પણ એ કુટુંબ સાથેના સંબંધને અમારું સદ્ભાગ્ય ગણીએ છીએ,
મોટાભાઈના અકસ્માત વખતની એક આડ વાત, મોટાભાઈ ડો,ધોળકીયાની બોમ્બે ક્લીનીકમાં, વાલ્કેશ્વર હતા, એમને રોજ સવારે પૂજ્ય ઉષા ભાભીએ નાસ્તો પહોંચાડ્યો છે, પછી એ વિષ્ણુભાઈ આપી જતા હોય કે બીજું કોઈ, મને ખબર નથી કરણકે હું કોઈ રાત હોસ્પિટલમાં રહ્યો જ નહોતો,( એ પણ એક ખુબ સદ્ભાગી સ્થિતિ હતી). સુજાતા ત્યારે જ કદાચ જન્મી હશે કે બહુ નાની હશે, એ બધી અગવડો વચ્ચે પણ ભાભીએ કોંઇ જાતના કચવાટ વગર કે કોઈ જાતની માંગણીની રાહ જોયા વગર સ્વયં પ્રેરણાથી મોટાભાઈને નાસ્તો પહોંચાડ્યો હતો, આજે તો એ ભાભી આપણી વચ્ચે નથી પણ એમની આ સેવા અમે ભૂલીશું નહીં પૂજ્ય વિષ્ણુભાઈ પણ એમના અત્યાધિક વ્યસ્ત શિડ્યૂલમાંથી પણ સમય કાઢીને મોટાભાઈના ખબર કાઢી જતા હતા, એ સમય ચોમાસાનો હતો અને મુંબઇનો ટ્રાફિક જામ તો ત્યારે પણ હતો જ
હજી પણ વિશેષ લખાય એમ છે પણ એ પછી કોઈ વાર સમય આવે તો અને ત્યારે
પૂજ્ય બાબુભાઈની છબી મારા મનમાં છે તે – પ્રખર બુદ્ધિશાળી, અત્યંત કુશળ સર્જન, સહૃદયી, ખુબ પ્રેમાળ, બીજાને માટે ઘસાઈ છૂટવામાં જેને આનંદ આવતો હોય એવી વ્યક્તિ, મિત્રો અને સંબંધીઓ માટે એક વિશેષ વિસામો જ્યાં બધી પેટ છૂટી વાતો કરી શકાય, ખુબ આનંદી સ્વભાવ, પરોણાગત તો એમનો સિગ્નેચર ટ્યુન હતો, એમના જેવું જીવતા આવડે તે ભાગ્યશાળી કહેવાય અને એ વ્યક્તિ પણ પુણ્યાત્મા જ હોય,
ઈશ્વરને પ્રાર્થના કે જો જ્યાં અને જયારે મારો બીજો જન્મ થાય તો પૂજ્ય બાબુભાઇ ફરીથી વડીલ તરીકે અને નિકટના સ્નેહી તરીકે જરૂરથી મળો .
પિનાકીન (રામુમામાના કુટુંબ વતી )
બેન રાજુલને અકસ્માતમાં કાંડાના હાડકામાં ક્રેક પડી હતી. બાબુભાઇ પોતે રાજુલને લઈને ડો.જોશીપુરા પાસે ગયા હતા.ડો.જોશીપુરા પણ એમને ઓળખતાતો હશે જ. બાબુભાઈની ડો.ધોળકીયા અને ડો,જોશીપુરા જોડેની ઓળખાણનો લાભ પણ અમને ભરપૂર મળ્યો હતો.