એક સમયના નગરશેઠ ગણાતા વડોદરાના પ્રર્તિષ્ઠિત કુટુંબમાં જન્મનાર ડો. જયંત હરિભક્તિના ૧૦૦ વર્ષના આ સ્મરણાંજલી મહોત્સવમાં મને તેમના પરિવારના સભ્યોએ એક નિકટની વ્યક્તિ ગણી તેમનામાટે બે શબ્દો લખવાનો જે મોકો આપ્યો તે બદલ હું પરિવારના બધા સભ્યોની આભારી છું.
ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મ લીધા પછી તેમના સદગુણો, સંસ્કાર તથા સમૃદ્ધિથી પરિવારની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાવી ડો. હરિભક્તિ કાકાની જીવન શૈલી ખુબ જ સારી હતી. તેમનામાં કોં વૈભવી નબીરાને છાજે તેવા દુગુણ ન હતાં. હંમેશા ગરીબોને બેલી અને સર્વને મદદરૂપ થનારા બાબુકાકાની છબી આજે પણ નજર સામે તરવરે છે. જ્યારે જ્યારે તેમને મળવા જઈએ તો હંમેશા હસતા મુખે આવકાર મળતો. તેઓ એક સારા સર્જન જ નહીં પણ એક અલૌકિક પ્રતિષ્ઠા ધરાવનારા વ્યક્તિ હતાં. તેમના સંપર્કમાં આવનારા સૌ કો તેમની પ્રતિભાથી અંજાઈ જતા.
તેઓએ મારા પરિવારને એક મોટાભાઈની જેમ મદદ કરી છે. મારા પપ્પાનું ઓપરેશન એમના જ હોસ્પીટલમાં કર્યું હતું. અને સવારે જાતે પોતે જ મીલ્ક શેક બનાવીને લઈને આવતા અને જ્યાં સુધી મારા પપ્પાના પીવે ત્યાં સુધી ઉભા રહેતાં એ દ્રશ્ય આજે પણ મારી આંખ સામે તરવરે છે.
એમના પરિવારના દરેક સભ્યો આજે પણ પ્રકાશભાઈ, મુરલીભાભી, શોભા કાનન સર્વે એટલી જ મૃદુતાથી વાત કરે છે અને જ્યારે મળી ત્યારે જામે સૌની યાદ તાજી થાય છે.
આમ જોવા જઈએ તો મા લક્ષ્મી અને મા સરસ્વતિનો સાથે વાસ ઘણા જ ઓછા પરિવારમાં જોવા મળે છે. પણ આ પરિવારને બંને માતાના આશીવદિ મળેલાં છે. આમ તો બાબુકાકા વિષે તો ઘણી જ વાર્તા કહેવાનું તથા લખવાનું મન થાય છે. પણ સમયની મર્યાદાને કારણે શક્ય નથી. હું ટૂંકમાં એટલું જ કહીશ કે સદાય જમીન પર પગ મુકીને પણ માથું આકાશમાં રાખીને ચાલતા બાલુકાકાની છબ્બી ક્યારેય વિસરાય તેમ નથી, આવા નિરાભિમાની પુરુષ સદીઓ ક્યારેક જ થાય છે. ગુજરાતના એક સર્વશ્રેષ્ઠ સર્જન તરીકે તેમની ખ્યાતિ પમ અવિસ્મરણિય છે. પ્રભુ તેમના આત્માને ખુબ ખુબ શાંતિ આપે તે જ શુભેચ્છા, આ જન્મ શતાબ્દીના પ્રસંગે આપણે એમને તથા એમના કાર્યાનું સ્મરણ કરીને યાદ કરીએ તેજ વધારે યોગ્ય છે.
છેલ્લે એટલું જ કહેવાનું કે તેમની હરિભક્તિ એટક તેણે જીવમાં ઉતારી.