એમ. બી. બી. એસ. ડૉક્ટર થયા બાદ અમદાવાદમાં નવરંગપુરામાં પ્રેકટીસ શરુ કરી, ત્યારથી મારા માટે આદર્શ તરીકે સર્જન ડૉ. જયંત હરિભક્તિ સાહેબ રહ્યા છે. ઘણી વખત ચાહીને પેશન્ટ સાથે ડૉ. હરિભક્તિ સાહેબને ત્યાં જાઉં અને જોયા કરું કે સાહેબ કેવી સરસ રીતે પેશન્ટ સાથે વાત કરે છે અને સારવાર આપે છે,તે ધ્યાનમાં રાખું. તેમની પાસેથી પેશન્ટ હસતા મુખે જ બહાર નીકળે. આ રીતે હરિભક્તિ સાહેબ મારા માટે પરોક્ષ ગુરુ રહ્યા છે. તેમને સાદર પ્રણામ.