A heart felt tribute from Dr. Jayant Haribhakti’s mother to him
ડૉ. હરિભક્તિને તેમનાં માતૃશ્રીની ભાવભીની અંજલિ….
“મારા રામ, તમારા વિના અમારૂ જીવન બિલકુલ શુષ્ક અને રસહીન બન્યું છે. પણ પ્રભુ આગળ અમારો કોઈ જ ઈલાજ નથી. તમારી કીર્તિ અને સેવાભાવ એ તો અમર જ છે. એ યાદ કરીને અમો તમે નથી છતાં અમર છો એમ માની કંઈક સંતોષ અનુભવીશું. તમે તો જનસેવા અમલમાં મૂકી છે. એટલે પ્રભુના પણ ખૂબ જ લાડીલા બન્યા હશો!! પ્રભુનો પણ એજ આદેશ હશે. પ્રભુ તમારા આત્માને ચિર શાંતિ અર્પે.“
એજ
તારાબા